રોડનું કામ ઝડપી થાય માટે ગુડા દ્વારા 2 એજન્સીને કામ સોંપાયું
ન્યૂ ગાંધીનગરમાં રસ્તાની સ્થિતિ ખરાબ છે અને કરોડો રૂપિયાના ફ્લેટ તથા બંગલોમાં રહેતા લોકો ઘરની બહાર નીકળતાની સાથે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ટીપી-9 વિસ્તાર તો સત્તાધીશોનો ઉપેક્ષિત રહ્યો હોય તેવી સ્થિતિ છે. આ વિસ્તારમાં ગુડા દ્વારા રોડ સુધારણાના કામ શરૂ કરવામાં આવ્યા છે પરંતુ શહેરમાં સૌથી મોડેલ રોડ બનાવવાનો હોય તે પ્રકારે એક સાઇડનો રોડ રિસર્રેસ થયો અને બીજી સાઇડ પર ખાડા યથાવત રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.