ગાંધીનગરના કલોલમાં ધૂળેટી પર હિંસક ઘટના બની
કલોલ શહેરના સ્ટેશન રોડ પર એસટી બસ ડેપો નજીક બની હતી. બાઇક અકસ્માતને લઈને થયેલી તકરારમાં 15થી 20 લોકોના ટોળાએ લોખંડની પાઇપ અને ઈંટો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘાયલોમાંથી સગરભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રિપોર્ટ : હર્ષદ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
