માનસિક અસ્વસ્થ મહિલાનુ પરીવાર સાથે સુખદ મિલન કરાવતું બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર તેમજ મહિલા પોલીસ સ્ટેશન - At This Time

માનસિક અસ્વસ્થ મહિલાનુ પરીવાર સાથે સુખદ મિલન કરાવતું બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર તેમજ મહિલા પોલીસ સ્ટેશન


(બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા)
સમગ્ર ઘટના વિગતે વાત કરીએ તો એક ૩૭ વર્ષીય માનસિક રીતે અસ્વસ્થ મહિલા પરિવારના સભ્યોને કહ્યા વિના ઘરે થી વહેલી સવારના ૮ વાગ્યાના સુમારે નીકળી ગયેલ, ત્યારબાદ પોતે માનસિક અસ્વસ્થ હોય રસ્તામાં વટેમાર્ગુઓને પોતાના સગા-વહાલાના નામો અલગ અલગ આપી પોતે ભૂલા પડેલ છે તેવું જણાવેલ, જેથી અચોક્કસ માહિતીના કારણે કોઈ મદદ કરી શક્યું નહોતું, ત્યારબાદ એક જાગૃત રીક્ષા ચાલાક દ્વારા આ રખડતી ભટકતી મહિલા પોતે સ્ત્રી હોય, મહિલા ની સુરક્ષા ને ધ્યાનમાં રાખી મદદની આશાથી મહિલા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરનો સંપર્ક કરવામાં આવેલ. જ્યાં અરજદારની માનસિક સ્થિતિને ધ્યાન પર રાખી કાઉન્સેલર રીંકલબેન મકવાણા તેમજ રીનાબેન વ્યાસ દ્વારા મહિલા ને માનસિક સાંત્વના આપી મિત્રતાભર્યો માહોલ ઉભો કરી એકમ નિકટવર્તી રીતે મહિલાનુ કાઉન્સેલિંગ કરવામાં આવતા છતાં પણ તેઓ દ્વારા અલગ અલગ ઓળખાણ આપતા હતા, આ અસમંજસની સ્થિતિમાં મહિલા પોલીસ સ્ટેશન ના એ.એસ.આઈ ગામિતિ નયનાબેન તેમજ કાઉન્સેલર દ્વારા વિવિધ ગામના સરપંચો તેમજ સામાજિક આગેવાન ના સંપર્ક નંબર લઇ બધાને પૂછપરછ કરતા કલાકો બાદ એક ગામના સરપંચ દ્વારા આ મહિલાની ભાળ મળી આવેલ અને તેઓએ સવિસ્તાર પરિચય આપતા કહ્યું કે મહિલાના પરિણીત છે ઉપરાંત સરપંચશ્રીના પ્રયાસોથી અસ્વસ્થ મહિલાના પતિનો સંપર્ક કરવામાં આવેલ ત્યારબાદ કાઉન્સેલર દ્વારા મહિલાના પતિ સાથે વાતચીત દરમિયાન મહિલા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમાં સુરક્ષિત છે તેવું આશ્વાસન મળતા મહિલાના પતિ દ્વારા રાહતના શ્વાસ લઇ, ગુમ થયેલ પત્નીને શોધવામાં પોતાના કુટુંબ દ્વારા સવારથી જ પ્રયત્નો ચાલુ છે તેવું જણાવેલ. ટેલીફોનીક સંપર્ક બાદ મહિલાના પતિ તેમજ પિયર પક્ષના લોકો અંદાજે ૨ કલાક ના સમયગાળામાં જ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર ખાતે પહોચેલ. આ સમય દરમિયાન મહિલાને વિવિધ વાતો ધ્યાન પર રાખી અરજદારને માનસિક સાંત્વના અને હુંફ આપવાનો પ્રયત્ન કરેલ. માનસિક અસ્વસ્થ મહિલાના પતિ તેમજ પિયર પક્ષના સભ્યો સેન્ટર પર આવતા કાઉન્સેલિંગ દરમ્યાન પત્નિ ને લઈને ઘણીબધી વિગતો જણાવેલ જેમાં તેઓએ કહેલ કે પત્ની ઘણા સમય થી માનસિક રીતે અસ્વસ્થ છે, તે દિવસે સવારે પત્નિની તબિયત નાજુક જણાતા તેમણે ખેતરમાં સાથે ન લઇ ગયા તેના પછી મહિલા પોતે ઘરે એકલા હોય કોઇપણને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ હતા. કાઉન્સેલિંગ દરમિયાન પતિને ને પત્નીના પર્સમાં નામ સરનામાં અને મોબાઈલ નંબર સાથે રાખવા અંગે ભલામણ કરવામાં આવેલ જેથી આ પ્રકારની ઘટના બને તો સરળતાથી તેમનો સંપર્ક સાધી શકાય ઉપરાંત મનોચિકિત્સક ડોક્ટરનો સંપર્ક કરી સારવાર કરવા અંગે ની સલાહ આપવામાં આવેલ સાથે સાથે કાઉન્સેલર દ્વારા ટેલિમાનસ હેલ્પલાઇન 14416 નંબર પર કોલ કરાવી વાત કરાવેલ હેલ્પલાઇન નંબર ના કાઉન્સેલર દ્વારા નજીક ની રેફરલ હોસ્પિટલ નો સંપર્ક નંબર તેમજ ડૉ. નુ નામ પણ જણાવેલ જેથી માનસિક સારવાર થઇ શકે. મહિલાના પતિ દ્વારા પોતાના પત્નિ ની સારવાર કરાવવા માટે ની બાહેંધરી લીધેલ તેમજ રાજી ખુશી થી માનસિક અસ્વસ્થ મહિલાને પતિને સોંપવામાં આવેલ. આ સમગ્ર ઘટનાથી પિયર પક્ષ તેમજ સાસરી પક્ષ ના સભ્યો દ્વારા ખોવાયેલ મહિલાની સુરક્ષાને હાનિ પહોચ્યા પહેલા જ પરિવાર સાથે મિલન કરાવવા બદલ તેમજ સૂઝબુઝથી તેમણે શોધી આપવા અને આપેલ માર્ગદર્શનના બદલ સેન્ટર નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.