બાલાસિનોરમાં વિના મૂલ્યે સફાઈ કામદારોનો નેત્ર નિદાન ચશ્મા વિતરણ અને મેડિકલ કેમ્પ યોજાયો.
બાલાસિનોર:બાલાસિનોર લાયન્સ ક્લબ અને બાલાસિનોર નગરપાલિકાના સહયોગથી નગરપાલિકા ભવનમાં સફાઈ કામદારોનો નેત્ર નિદાન અને ચશ્મા વિતરણ અને મેડિકલ ચેક અપ કેમ્પ રાખવામાં આવ્યો હતો.આ કેમ્પમાં સફાઈ કામદારો ઉપરાંત આસપાસના નગરજનોએ પણ આ કેમ્પનો લાભ લીધો હતો
કુલ ૩૧૦ વ્યક્તિઓનાં નેત્ર નિદાન કરી ૨૫૦ વ્યક્તિઓને વિના મૂલ્ય ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું.
તેમજ ૧૦૫ વ્યક્તિઓના આરોગ્યની ચકાસણી કરી વિના મૂલ્ય દવાઓ આપવામાં આવી હતી.
કેમ્પમાં બાલાસિનોર નગરપાલિકાના સ્ટાફ, અંધજન મંડળ,નડિયાદ તેમજ સરકારી હોમિયોપોથી દવાખાના બાલાસિનોરના ડો.ભક્તિ શેઠના સહકારથી કેમ્પ ખૂબ સફળ બન્યો હતો. કેમ્પમાં લાયન્સ કલબનાં પ્રમુખ લા.રુચિર ઉપાધ્યાય, મંત્રી લા.પ્રવીણ સેવક, ખજાનચી લા.કાંતિભાઈ મશીનરીવાલા,લા.રમાબેન રાઠોડ લા.પી. કે.શર્મા,લા. વસંતભાઈ ઉપાધ્યાય, લા.યુસુફભાઈ ચોકસી ઉપસ્થિતિ રહ્યા હતા.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.