જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દિવંગત ઉર્મિલાબેન ઝાલા ને આંગદાન સઁદભેમરણોપ્રાંત સન્માનિત કરાયા - At This Time

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દિવંગત ઉર્મિલાબેન ઝાલા ને આંગદાન સઁદભેમરણોપ્રાંત સન્માનિત કરાયા


જૂનાગઢ સિવીલ હોસ્પીટલ ખાતે દિવંગત ઉર્મિલાબેન ઝાલાને અંગદાન સંદર્ભે મરોણોપરાંત સન્માનિત કરાયા
અંગદાતાઓ, તેમના પરિવારના સભ્યો અને સિવિલ સોસાયટીના સભ્યોના તેમની પ્રેરણા અને સમર્પણ, યોગદાનની પ્રશંસા સાથે આવી ઉમદા સેવાને પ્રોત્સાહન આપવા અને માનવજાતની સેવા માટે અન્ય લોકોને પણ તેમના અંગોનું દાન કરવા પ્રોત્સાહિત કરવા અનુરોધ કરતા ભક્ત કવિ નરસિહ મહેતા યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદી જૂનાગઢ જી.એમ.ઇ.આર. એસ. જનરલ હોસ્પિટલ તેમજ જિલ્લા ઓર્ગન ડોનેશન કમિટી જુનાગઢ અને ગાયત્રી શક્તિપીઠ તેમજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજ્યના અંગદાન કાર્ય સાથે સંકળાયેલ દિલીપભાઇ દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા તેઓશ્રીએ અધ્યક્ષિય ઉદબોધનમા જણાવ્યું હતું કે જીવન અને સંબંધોમાં પ્રેમ મહત્વનો ભાગ ભજવે છે. જો પ્રેમના ના હોય જીવનમાં તો હાસ્ય અને ખુશીની અનુભૂતિ અશક્ય હોય છે. એવી રીતે અંગો શરીરમાં થતી ક્રિયાઆનો આધાર સ્તંભ છે. આંગદાન એટલે જ્યારે એક વ્યક્તિનું અંગ બીજામાં રિપ્લેસ કરવામાં આવે છે તો બીજા વ્યક્તિને નવું જીવનદાન પ્રાપ્ત થાય છે. તેથી વ્યક્તિને પુનર્જન્મ મળે છે . અંગોના દાતા અંગ પ્રત્યારોપણ કરનાર વ્યક્તિના જીવનમાં ભગવાનની ભૂમિકા ભજવે છે. આજના દિવસ નિમેતે દરેક મનુષ્યએ જીવનમાં અંગદાન નું પ્રણ લેવા જોઇયે. કારણ આંગદાન એ મહાદાન કહેવાય છે. જો મનુષય જીવન દરમ્યાન એક અંગ દાન કરે તો ઘણા લોકોના જીવ બચાવી શકે છે. સાથે સાથે એવું જીવન પણ જીવવુ જોઈએ કે અંગદાનની પોતાને ક્યારેય જરૂર ના રહે, વ્યસન મુક્ત ભારત રોગમુક્ત ભારત ની પરિકલ્પના તેમણે રજૂ કરી હતી.આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્યથી ઉદ્ઘાટન કરતા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો)ચેતનભાઇ ત્રિવેદીએ ઉપસ્થીતો ને સંબોધતા જણાવ્યું હતું કે ભારત માં ૧૯૬૭ કેમ હોસ્પિટલ બોમ્બે ખાતે સૌ પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ હતી. ૧૯૪૪ દિલ્લી એમ્સ ખાતે હ્રદય ટ્રાન્સપ્લાન્ટ થયેલું હતું ૧૯૯૫ માં મલ્ટિ ઓર્ગન અપોલો ચેન્નઈ હોસ્પિટલ ખાતે થયું હતું . ૧૯૯૮ માં મદ્રાસ હોસ્પિટલ ખાતે ફેફસા ટ્રાન્સપ્લાન્ટ થયું અને ૧૯૯૯ માં અમદાવાદ ખાતે સ્વાદુપિંડ ટ્રાન્સપ્લાન્ટ હતું. આ જાગૃતિ કાર્યક્રમમાં અંગદાતા વાલ્મીકિ પરિવારના દિવંગત ઊર્મિલાબેન ઝાલાનાં પરિવારના સભ્યો અને સિવિલ સોસાયટીના સભ્યોના તેમની પ્રેરણા અને સમર્પણ, યોગદાનની પ્રશંસા કરતા ડો. ત્રિવેદીએ આ ઉમદા સેવાને પ્રોત્સાહન આપવા અને માનવજાતની સેવા માટે અન્ય લોકોને પણ તેમના અંગોનું દાન કરવા પ્રોત્સાહિત કરવા હિમાયત કરી જણાવ્યુ કે જીવનમા અંગોનું દાન કરવું મહત્વ છે તેના થકી મનુષ્ય બીજા મનુષ્યને જીવનદાન આપે છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ નાં કુલપતિ પ્રો (ડો).ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગિરનાર ભૂમિમાં થતા સત્કાર્યનું ફળ ઈશ્વર દશ ગણું પરત કરે છે, અંગદાન કરવાથી કોઈનું જીવન બચશે, વાલ્મિકી સમાજે આજે અંગદાન થકી જૂનાગઢને પ્રેરણા સંદેશો પૂરો પાડ્યો છે, સાથે દિવંગત ઊર્મિલાબેને પ્રથમ ઓર્ગન ડોનર તરિકે કાયમ માટે લોકોના હૃદયમાં સ્થાન હાસલ કર્યું છે, પ્રત્યેક વ્યક્તિ એટલૉ જ નિર્ણય કરે કે સમાજ હિત માટે હું શું કરી શકું? બસ આ ભાવથી થયેલ નિર્ણય સારો અંજામ અર્પણ કરી જાય છે. આજના કાર્યક્રમ થકી અંગદાન કરનાર પરિવારને પ્રોત્સાહન તો મળે જ છે પણ સાથે સમાજ વ્યવસ્થામાં પ્રેરણા નો સંદેશો પણ વહે છે. માધ્યમ કર્મીઓએ ઉર્મિલાબેન ઝાલાના પરિવાર દ્વારા અંગદાનની થયેલ પહેલના નિર્ણય અંગે હકારાત્મક વિચાર ની સ્ટોરી તૈયાર કરી લોકોને પ્રેરણા સંદેશો પૂરો પાડવા માટે સહયોગી બનવું જોઈએ.કાર્યક્રમમાં ભવનાથ તિર્થક્ષેત્રમા સેવાની સુવાસ પ્રસરાવનાર ગાયત્રી શક્તિપીઠના સેવારથી નાગદાનભાઇ વાળાએ અંગદાતા દિવંગત ઉર્મિલાબેન ઝાલાના પરિવારજનોને અભિનંદન પાઠવ્યા જણાવ્યું હતું કે પરિવારના આપ્તજનની અણધારી વિદાયના દુઃખદ સમયે અંગદાનનો નિર્ણય કરવો કઠિન હોય છે, ત્યારે ઝાલા પરિવારે બીજાની જિંદગીમાં ઊજાશ ફેલાય તેવા નિર્ણય સાથે ઉર્મિલાબેન ના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો તે સરાહનીય છે, પ્રેરણા સભર પણ છેઆ તકે મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત અગ્રણી ધારાશાસ્ત્રી કિરીટભાઈ સંઘવી, સાહિત્યકાર અમુદાનભાઇ ગઢવી સહીત મહાનુભાવોએ પ્રાસંગિક વાતમા પોતાનો સુર પુરાવી જણાવ્યું હતું કે અંગદાન થી લોકોને નવું જીવન મળે છે , બીજાને એક મદદ થાય છે. લોકોને રીબર્થ ની અનુભૂતિ થાય છે અને સંસાર સતત આગળ વધે છે. જીવનમાં કઈ મફત નથી મળતું પણ જો મનુષય ધારે તો નવું જીવન પોતાના થકી બીજાને આપી શકે છે. અંગ દાન બે પ્રકાર ના હોય છે જેમાં પહેલું છે શરીરના અંગો નું દાન અને બીજા ક્રમે આવે પેશીયો નું દાન જેમાં ચામડી, કોરનેય, બોન મરરો, હાર્ટ વલવેસ જેવી પેશિયો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. જ્યારે એક વ્યક્તિ પોતાનું એક અંગદાન કરે ત્યારે ૮ જીવનું પુન : નિર્માણ થાય છે. દરેક વ્યક્તિ ૮ અંગો દાન આપી શકે છે. જેમાં ૨ કિડની , હ્રદય ,૨ ફેફસા ,લિવર , આતરડા , સ્વાદુપિંડ , યકૃત અંગોનું દાન કરી શકે છે.આજનો અંગદાન જાગૃતિ કાર્યક્રમ સમાજમાં અંગદાન બાબતે સાચી જાણકારી વહન કરવા ઉપયોગી થશે.જી એમ ઈ આર એસ જનરલ હોસ્પિટલ તેમજ જિલ્લા ઓર્ગન ડોનેશન કમિટીના તબીબી અધિક્ષક ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે અંગદાન અને અંગદાતાઓના પરિવારની બાબતોને છણાવટ કરતા જણાવ્યું હતું કે તબીબી વિજ્ઞાન ક્ષેત્ર ખૂબ આગળ વધ્યું હોવા છતા હજી કૃત્રિમ માનવ અંગો બનાવી શક્યું નથી. કોઈપણ અંગ મેળવનારા દર્દી માટે પ્રત્યારોપણનો અર્થ નવી જિંદગી છે. જેમાં એવા દર્દીઓ કે જેના હૃદય, લીવર અને કિડની જેવા અતિઆવશ્યક અંગો બગડી ગયા હોય તે અંગોના પ્રત્યારોપણથી તે દર્દી સામાન્ય જીવન જીવી શકે છે. લોકોએ સાચી જાણકારી અને પરહીતની ભાવના સાથે આગળ આવવુ જોઇએ.૧૮ ફેબ્રુઆરી ૨૦૨૪ના પ્રથમ જાગૃતિ બેઠક યોજાઇ અને તા ૪ મે ૨૦૨૪ ના સિવિલ હોસ્પિટલ જુનાગઢ દ્વારા બ્રેઈન ડેડ ઓર્ગન ડોનેટ થયા, વિષય નિષ્ણાત સઘન તપાસ બાદ ઉર્મિલાબેન ઝાલાના પરિવારના સહયોગથી લીવર, કિડની, બંને કોર્નિયા નું દાન છ લોકોને નવજીવન સફળ પુરવાર થયું છે..
ચાપરડા શૈક્ષણિક ધામ ખાતેથી પૂજ્ય મુક્તાનંદ બાપુનાં પ્રતિનિધિ શ્રી ગણેશાનંદ બાપૂએ પ્રાસંગિક વાત કરતાં જણાવ્યું હતું કે બ્રેઇન સ્ટેમ ડેથ અને અંગદાન વિશે જાગૃતિ લાવવાનો, અંગદાન સાથે સંકળાયેલી દંતકથાઓ અને ગેરસમજોને દૂર કરવા અને દેશના નાગરિકોને મૃત્યુ પછી અંગો અને પેશીઓનું દાન કરવા માટે પ્રોત્સાહન અને પ્રોત્સાહિત કરવા તેમજ અંગદાનના મૂલ્યોને તેમના જીવનમાં આત્મસાત કરવા માટે આજનો આ જાગૃતિ કાર્યક્રમ ઉપયોગી થશે.આ પ્રસંગે સત્યમ સેવા યુવક મંડળનાપ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, મંજૂરી આઈ કલેક્શન સેન્ટર જુનાગઢનાં ગિરીશભાઈ મશરૂ, અગ્રણી ભીખાભાઈ જોશી, પી ડી. ગઢવી, અશોકભાઈ ભટ્ટ , ગીતાબેન મહેતા, ડો. સી.એલ.વ્યાસ, એડવોકેટ કમલેશભાઈ પી.પંડ્યા,સલીમ ગુજરાતી,સહિત જુનાગઢના ગણમાન્ય અગ્રણી, સેવારથી કાર્યકર્તાઓ, તબીબો , જિલ્લા ઓર્ગન ડોનેશન સમિતિનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન વિસ્તરણ અઘિકારી ગાયત્રીબેને કર્યુ હતું, કાર્યક્ર્મનાં પ્રારંભે અતિથીઓને શાબ્દિક સ્વાગત સાથે કાર્યક્રમની રૂપરેખા પંજુરી આઈ કલેકશન સંસ્થાનાં મુક સેવક ગિરીશભાઈ મશરૂ એ પોતાના માતુશ્રીનાં ચક્ષુદાન ની વાત સાથે આપી હતી, આભર દર્શન વિકલાંગ વિદ્યાર્થી ટ્રસ્ટ જુનાગઢના વર્ષાબેન બોરીચાંગરે કર્યું હતું. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ ઓર્ગન ડોનેશન કાર્ય સાથે સંકળાયેલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, ઓર્ગન ડોનેશનને વાહન કરવા માટે વ્યવસ્થા કરવા માટે ગુજરાત પોલીસના અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓને સન્માનિત કર્યા હતા. સાથે અંગદાન કરનાર ઉર્મિલાબેન ઝાલાના પરિવારજનોને પણ બહુમાન કર્યું હતું

રિપોર્ટ અસ્વિન પટેલ જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.