કુંડલી પ્રાથમિક શાળામાં 10 માં તબક્કા નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો - At This Time

કુંડલી પ્રાથમિક શાળામાં 10 માં તબક્કા નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો


(ચેતન ચૌહાણ દ્વારા)
આજ રોજ તારીખ 04/10/2024 ના રોજ કુંડલી પ્રાથમિક શાળામાં કુંડલી, બુબાવાવ, અણિયાળી કાઠી, પાણવી, અલાઉ, રાજપુરા, અલમપુર, ઉમરાળા, ખોખરનેશ, નાની વાવડી, હડમતાળા અને માલણપુર એમ 12 ગામ નો 10 ગામો નો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, જેનું ઉદ્ઘાટન મામલતદાર સાહેબ રાણપુર, એસ.એમ.પટેલ સાહેબ દ્વારા થયું. સદર કાર્યક્રમ માં ATDO રાણપુર દવે સાહેબ, TPEO જીતસિંહ લીંબોલા, કે.ની કિરણસિંહ લીંબોલા, સરપંચ બાબુભાઇ મેણીયા, કુંડલી મંડળી ના ચેરમેન મહેન્દ્રભાઈ ખાચર રાણપુર તાલુકા ભાજપ પ્રમુખ, આચાર્ય ભાવેશભાઈ મકવાણા ની પ્રેરક ઉપસ્થિતિ રહી, સરકારની અંદાજે 55 યોજનાનો સીધો લાભ 12 ગામ ના લોકો એ લીધો, સદર કાર્યક્રમ માં આધારકિટ ટીમ, આરોગ્ય ટીમ, પોલીસ ટીમ, સમજકલ્યાણ ખાતાની ટીમ, PGVCL ટીમ, આંગણવાડી ટીમ, પ્રાથમિક અને માધ્યમિક શાળાની ટીમ એ ખૂબ જહેમત ઉઠાવી કાર્યક્રમ માં લાભાર્થીઓ ને લાભ અપાવ્યો, સમગ્ર કાર્યક્રમ નું વ્યવસ્થાપન શાળાના આચાર્ય ભાવેશભાઈ પી. મકવાણા એ કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.