ધંધુકા નવરાત્રી પર્વ દરમ્યાન સૂર્યનગર સોસાયટીમાં બાળકોએ રામાયણના પાત્રો ભજવી સૌને મંત્રમુગ્ધ કર્યા. - At This Time

ધંધુકા નવરાત્રી પર્વ દરમ્યાન સૂર્યનગર સોસાયટીમાં બાળકોએ રામાયણના પાત્રો ભજવી સૌને મંત્રમુગ્ધ કર્યા.


ધંધુકા નવરાત્રી પર્વ દરમ્યાન સૂર્યનગર સોસાયટીમાં બાળકોએ રામાયણના પાત્રો ભજવી સૌને મંત્રમુગ્ધ કર્યા.

અમદાવાદ જીલ્લાના ધંધુકા નવરાત્રી પર્વ દરમ્યાન સૂર્યનગર સોસાયટીમાં બાળકોએ રામાયણના પાત્રો ભજવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમજ સૂર્યનગર સોસાયટીના ભાઈઓ બહેનો તથા બાળકોએ શસ્ત્ર પૂજન પણ કરવામાં આવ્યું હતું

અમદાવાદ જિલ્લાના ધંધુકા માર્કેટિંગ યાર્ડ સામે આવેલ સૂર્ય નગર સોસાયટી માં નવરાત્રી માં નાના બાળકોએ રામાયણ ના પાત્રો ભજવી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ધંધુકા સૂર્યનગર સોસાયટીમાં ઉજવાઈ રહેલા નવરાત્રી મહોત્સવ દરમ્યાન ગઈ કાલે રામાયણ થીમ પર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સોસાયટી ના બાળકો દ્વારા ધાર્મિક નાટક પ્રદર્શનના માધ્યમથી પૌરાણિક કથાઓને જીવંત કરી હતી! રામાયણના વિવિધ પાત્રો્. જેવા કે રામ , લખમણ, સીતા, ભરત, રાવણ, હનુમાન તેમજ વાનરસેના વિભીષણ, જેવા પૌરાણિક પાત્રો ભજવી પ્રસંગને ખુબ ધામ-ધુમથી ઉજવ્યો હતો. આ પ્રસંગને સફળ બનાવવા દરેક મહિલાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

નવરાત્રી મહોત્સવ દરમ્યાન ગરબે રમવા સાથે આ પ્રકારના ધાર્મિક પાત્રો સાથેના નાટકે ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતાં. બાળકોને અલગ અલગ વેશભૂષામાં સજ્જ કરવા બદલ બાળકો, માતાપિતા અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.