રાજકોટની વધુ 50 સોસાયટીઓમાં અશાંતધારો લાગુ કરવા હિલચાલ
રાજકોટની વધુ 50 સોસાયટીઓમાં અશાંતધારો લાગુ કરવાની હિલચાલ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ સોસાયટીઓને અશાંતધારામાં સમાવવા માટે ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો તેમજ સ્થાનિકોની રજૂઆતો મળ્યા બાદ કલેકટરનો સિટી સર્વે અને મામલતદારોને સર્વે કરવા આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે સર્વે થયા બાદ અહેવાલ સરકારમાં મોકલાશે.
રાજકોટમાં મકાન માલિકોની હાલાકી અને કોમી શાંતિ જાળવવા મહેસુલ વિભાગે બે વખત અશાંતિ ધારો લાગુ પાડ્યો છે. જેમાં પ્રથમ અશાંતધારાના જાહેરનામામા તા.13 જાન્યુઆરી 2021થી શહેરના વોર્ડ નંબર 2ની છોટુ નગર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી, નિરંજની સોસાયટી, આસુતોષ સોસાયટી સિંચાઈ નગર, આરાધના સોસાયટી, સ્વસ્તિક સોસાયટી, પ્રગતિ સોસાયટી, ઇન્કમટેક્સ સોસાયટી, બેંક.ઓફ.બરોડા સોસાયટી, દિવ્ય સિદ્ધિ સોસાયટી, જીવન પ્રભા સોસાયટી, અંજની સોસાઇટી, કૃષ્ણકુંજ સોસાયટી, સૌરભ સોસાયટી, રેસકોર્સ પાર્ક, વસુંધરા સોસાયટી, અવંતિકા પાર્ક, જનતા જનાર્દન સોસાયટી, જાગૃતિ શ્રમજીવી સોસાયટી, યોગેશ્વર પાર્ક શ્રેયસ સોસાયટી, નવયુગ સોસાયટી, બજરંગવાડી, સુભાષનગર, ચુડાસમા પ્લોટ, નહેરુનગર, રાજનગર અને અલકાપુરી સોસાયટી સહિત 28 સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે.
બાદમાં સમય નિલકંઠ પાર્ક, મેહુલનગર, દેવપરા, ગોકુલનગર, મેઘાણીનગર, સોરઠિયાવાડી વિસ્તાર સોસાયટી,વિવેકાનંદ સોસાયટી, પુનિત સોસાયટી,પટેલનગર સોસાયટી, મહેશ્વરી સોસાયટી, પરસાણા સોસાયટી, નવદુર્ગા રોડ,તક્ષશિલા સોસાયટી, યાદવનગર સોસાયટી, શિયાણી સોસાયટી,કીર્તિધામ, મારૂતિનગર,રાધાકૃષ્ણ નગર, હુડકો- સી અને ડી ટાઈપ, તિરૂપતિ સોસાયટી તેમજ સૂચિત સોસાયટીઓમાં ગોવિંદનગર, ન્યુ કેદારનાથ, સર્વોદય સોસાયટી, ન્યુ સર્વોદય સોસાયટી, સાગર સોસાયટી, ન્યુ સાગર સોસાયટી, કેદારનાથ સોસાયટી,ભોજલરામ સોસાયટી, નાડોદાનગર, સીતારામ સોસાયટી અને દિપ્તીનગર સહિતની 31 સોસાયટીઓમાં પણ અશાંતધારો લાગુ કરવામાં આવ્યો હતો.
રાજકોટના ત્રણેય ધારાસભ્યોએ કલેકટરને રજુઆત કરી કે અમારા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરો. જેમાં દર્શીતા શાહે યોગી વંદના, અમરનાથ, વૈશાલી નગર, સેતુબંધ , જીવન વિહાર, શાંતિવન, સહકારનગર મેઈન રોડ જ્યારે રમેશ ટીલાળાએ હાથીખાના, પ્રહલાદ પ્લોટ, કરણપરા, રામનાથ પરા, ખતરીવાડ, સોની બજાર, વર્ધમાન નગર તથા ઉદય કાનગડે દૂધ સાગર મેઈન રોડ, ચુનારાવાડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, જયહિંદ નગર, ગંજીવાડા, શીવાજીનગર, ન્યુ શક્તિ નગર, રાજા રામ નગર, સીતારામ નગર, આંબાવાડી ઉપરાંત પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલે ગોપાલ નગર, શ્રમજીવી સોસાયટી, ઢેબર કોલોની, ધર્મનગર સોસાયટી, ભક્તિનગર, ગીતાનગર, વાણિયાવાડી, ગાયત્રી નગર વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા રજુઆત કરી હતી.
આ ઉપરાંત કોર્પોરેટર કુસુમ ટેકવાણીએ પોપટપરા, રેલનગર, કૃષ્ણનગર, શાસ્ત્રીનગર, રઘુનંદન, સ્વામી વિવેકાનંદનગર, રોકડીયાપરા, માધાપર, રેફ્યુજી કોલોની, જંકસન, કોલસાવાડી, ગાયકવાડી, હંસરાજનગર, પરસાણાનગરમાં તેમજ સ્થાનિકોએ જુના ગોપવંદના સોસાયટી ( સૂચિત), શિવરંજની, સુમંગલમ પાર્ક, હાયલીયા પાર્કમાં અશાંતધારો લાગુ કરવાની રજુઆત કરી છે.
આ રજૂઆતો બદલ તમામ વિસ્તારોમાં સર્વે કરવા જિલ્લા કલેકટર દ્વારા સિટી સર્વે અને મામલતદારોને આદેશ આપ્યા છે. આ બન્ને કચેરીઓ તાત્કાલિક સર્વે કરી અહેવાલ આપશે. જે અહેવાલ સરકારમાં જશે. ત્યારબાદ સરકાર કક્ષાએથી નવા વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવો કે નહીં તે મામલે નિર્ણય લેવાશે.
યોગી વંદના, અમરનાથ, વૈશાલી નગર, સેતુબંધ, જીવન વિહાર, શાંતિવન, સહકારનગર મેઈન રોડ, હાથીખાના, પ્રહલાદ પ્લોટ, કરણપરા, રામનાથપરા, ખત્રીવાડ, સોની બજાર, વર્ધમાનનગર, દૂધ સાગર મેઈન રોડ, ચુનારાવાડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, જયહિંદ નગર, ગંજીવાડા, શીવાજીનગર, ન્યુ શક્તિ નગર, રાજા રામ નગર, સીતારામ નગર, આંબાવાડી, ગોપાલ નગર, શ્રમજીવી સોસાયટી, ઢેબર કોલોની, ધર્મનગર સોસાયટી, ભક્તિનગર, ગીતાનગર, વાણિયાવાડી, ગાયત્રી નગર, પોપટપરા, રેલનગર, કૃષ્ણનગર, શાસ્ત્રીનગર, રઘુનંદન, સ્વામી વિવેકાનંદનગર, રોકડીયાપરા, માધાપર, રેફ્યુજી કોલોની, જંકસન, કોલસાવાડી, ગાયકવાડી, હંસરાજનગર, પરસાણાનગર, જુના ગોપવંદના સોસાયટી ( સૂચિત), શિવરંજની, સુમંગલમ પાર્ક, હાયલીયા પાર્ક.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.