ગાયો અંગે વાઈરલ થયેલા વિડીયો મામલે ઘટસ્ફોટ,સરખેજ પાંજરાપોળમાં કુદરતી કારણથી છ ગાયના મોત,સત્તાધીશોનો સ્વીકાર - At This Time

ગાયો અંગે વાઈરલ થયેલા વિડીયો મામલે ઘટસ્ફોટ,સરખેજ પાંજરાપોળમાં કુદરતી કારણથી છ ગાયના મોત,સત્તાધીશોનો સ્વીકાર


        અમદાવાદ,મંગળવાર,19 જુલાઈ,2022અમદાવાદના બાકરોલ-સરખેજ પાસે આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન
સંચાલિત પાંજરાપોળમાં એક સાથે વીસ જેટલી ગાયના મોત અંગે વાઈરલ થયેલા વિડીયો બાદ
કુદરતી કારણથી એક સપ્તાહમાં છ ગાયના મોત થયા હોવાનું સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનનું
કહેવું છે.ભાભર મોકલવામાં આવેલી તમામ ગાય જીવિત હોવાનું પણ તેમનું કહેવુ છે.આ અંગે મળતી માહિતી મુજબ,શહેરના બાકરોલ-સરખેજ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
સંચાલિત પાંજરાપોળ આવેલી છે.આ પાંજરાપોળમાં રાખવામાં આવેલી ગાયો પૈકી વીસ જેટલી
ગાયોના મોત યોગ્ય જાળવણીના અભાવે અથવા પુરતો ખોરાક ના મળવાના કારણે મોત થવા અંગે
વિડીયો વાઈરલ થયો હતો.સ્ટેન્ડીંગ
કમિટી ચેરમેન હિતેશ બારોટે આ અંગે પ્રતિક્રીયા આપતા કહ્યુ,ત્રણ દિવસથી અમે
કામગીરી કરી રહ્યા છીએ.પાંજરાપોળની ક્ષમતા કરતા વધુ પશુ રખાઈ રહ્યા છે.

એક વર્ષ અગાઉ આ પાંજરાપોળ ઔડા હસ્તકથી મ્યુનિ.ને મળી
છે.હાલમાં ૧૨૦૦ આસપાસ ગાય ઉપરાંત અન્ય પશુઓ પણ રખાઈ રહ્યા છે.સ્થળ ઉપર ગંદકી-કીચડ
છે એ વાતનો સ્વીકાર કરુ છુ પરંતુ વરસાદની સ્થિતિમાં ગાય બહાર જઈ શકે એમ ના હોવાથી
ભાગદોડની સ્થિતિમાં કુદરતી રીતે નબળી એવી છ ગાયના મોત થયા છે.મારી હાજરીમાં તમામ
કાયદેસરની પ્રક્રીયા પુરી કરી ૨૨ ગાયને ભાભર મોકલવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.