માળિયા તાલુકામા "વિશ્વ ટી.બી દિવસ ઉજવણી" અંતર્ગત શાળાના બાળકોની તાલુકા કક્ષાની વકૃત્વ સ્પર્ધાનું યોજાણી - At This Time

માળિયા તાલુકામા “વિશ્વ ટી.બી દિવસ ઉજવણી” અંતર્ગત શાળાના બાળકોની તાલુકા કક્ષાની વકૃત્વ સ્પર્ધાનું યોજાણી


ટીબી હારેગા - દેશ જીતેગા “પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભીયાન" અંતર્ગત યોજાયેલ વકૃત્વ સ્પર્ધામાં માળીયા હાટીના તાલુકાના વિવિધ સ્કૂલના બાળકોએ વકૃત્વ સ્પર્ધામાં લીધો લાભ

સમગ્ર વિશ્ર્વમાં આજે 24 માર્ચે 'વિશ્વ ક્ષય દિવસ’તરીકે ઉજવણી કરવામાં આવે છે. ઇ.સ. 1882ના વર્ષમાં આજના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય અર્થાત ટી.બી. રોગનાં જંતુઓ શોધી કાઢયા હતા. એમની યાદીમાં દર વર્ષે આ દિવસે ક્ષય નિવારણ દિવસ ઉજવાય છે. મુખ્યત્વે આ રોગ બીડી, સીગારેટ, તમાકુ વિગેરેના વધુ પડતા સેવનને કારણે થતો જોવા મળે છે. આ એક ચેપી રોગ છે. આજના દિવસની ઉજવણીનો હેતુ ક્ષય રોગ વિશે લોકોમાં જનજાગૃતિ આવે અને લોકો આ રોગથી બચે તેવો છે. સમાજમાં આ રોગથી પિડાતા લોકોને શોધીને તેમને મફત સારવાર મળે તેવી તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવાની છે.

માળિયા હાટીના તાલુકામા "વિશ્વ ટી.બી દિવસ ઉજવણી" અંતર્ગત શાળાના બાળકોની તાલુકા કક્ષાની વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 12 બાળકોએ ભાગ લીધો હતો અને તેમાંથી પ્રથમ, બીજો અને ત્રીજા નંબર મેળવેલ બાળકો ને તાલુકા હેલ્થ ઓફીસ માળિયા હાટીના વતી શિલ્ડ તેમજ ભાગ લીધેલ તમામ બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં તાલુકા હેલ્થ ઓફીસર ડૉ.આભા મલ્હોત્રા મેડમ, માળીયા હાટીના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી , માળિયા હાટીના બી.આર.સિ.શ્રી, સી.આર.સી, આગાખાન સંસ્થાના પ્રતિનિધિ તરીકે પાર્થિવ ભાઈ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ નું સંચાલન માળિયા હાટીના તાલુકા હેલ્થ સુપરવાઈઝર મિતેશભાઈ કછોટ એ કર્યું હતું તેમજ "પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન" વિશે તમામ ને ટી.એચ.ઓ. મેડમ દ્વારા માહિતી આપવામાં આવી હતી.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.