પાક ધિરાણના વ્યાજના વળતર અંગે વઢવાણના ખેડૂતોની રજૂઆત - At This Time

પાક ધિરાણના વ્યાજના વળતર અંગે વઢવાણના ખેડૂતોની રજૂઆત


                                                      - તાલુકાનાં ચાર ગામનાં ખેડૂતોએ આંદોલન કરવા ચિમકી આપીસુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાનાં ચાર ગામનાં ૧૫૦ થી વધુ ખેડુતોએ કેનેરા બેંકની શાખાએ જઈ પાકધિરાણનું વ્યાજ રીબેટ આપવાની માંગ સાથે ઉગ્ર રજુઆત કરી હતી. કટુડા ગામે આવેલી કેનેરા બેંકમાંથી કટુડા, લટુડા,ભદ્રેશી અને રાજચરાડી સહિત ચાર ગામનાં ૩૦૦થી વધુ ખેડૂતો પાક ધિરાણ મેળવે છે. પાક ધિરાણ પરના ૭ ટકા વ્યાજમાંથી ૪ ટકા વ્યાજ ખેડુતોને રીબેટ આપવામાં આવતુ હોય છે. પરંતુ આ ચાર ગામના ખેડુતોને ૨૦૧૭થી એટલે કે, પાંચ વર્ષથી વ્યાજની રકમ પરત ન મળતા રોષે જણાયેલા ૧૫૦થી વધુ ખેડુતો રજુઆત કરવા બેંકમાં ગયા હતા. જ્યાં અમદાવાદથી આવેલા ઉચ્ચ અધિકારીઓને ઉગ્ર રજુઆત કરી તાત્કાલીક વ્યાજની રકમ પરત આપવા માંગ કરી હતી. તેમજ યોગ્ય ન્યાય નહી મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપેલ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.