રાહતનો રવિવાર : કોરોનાના ચાર, સીઝનલ ફ્લૂના બે કેસ
માણસાના ધમેડા ગામે કોવિડ ૧૯નો એક કેસમહાનગર પાલિકા વિસ્તારમાં સરગાસણમાં બે અને સેક્ટર-૭માં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં કોરોનાના કેસને લઇને રવિવારે રાહતનો
અહેસાસ થયો હતો. શનિવારે ગ્રામ્ય વિસ્તારમાં ૨૦ અને શહેરમાં ૯ મળીને ૨૯ કેસ
નોંધાયા બાદ રવિવારે શહેરમાં ૩ અને ગ્રામ્યમાં એક મળીને ચાર કેસ નોંધાયા હતાં.
તમામ દર્દીને હળવા લક્ષણો હોવાથી હોમ આઇસોલેટ કરવામાં આવ્યા હતાં. બીજી બાજુ સીઝનલ
ફ્લૂના બે કેસ શહેર વિસ્તારમાં નોંધાયા હતાં.ગ્રામ્ય વિસ્તારમાં ૨૦ અને શહેરમાં ૯ કેસ કોરોનાના સામે
આવ્યાના પગલે તહેવારોના દિવસો બાદ કેસમાં ફરી ઉછાળો આવવાની દેહશત જાગી હતી. પરંતુ
રવિવારે સમગ્ર જિલ્લામાં મળીને જે ચાર કેસ સામે આવ્યા છે. તેમાં ગાંધીનગર મહાનગર
પાલિકા વિસ્તારમાં સરગાસણમાં રહેતા ૬૯ વર્ષના વૃદ્ધ અને ૬૬ વર્ષના વૃદ્ધા તથા
સેક્ટર ૭માં ૩૨ વષય મહિલાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. બીજી બાજુ માણસા
તાલુકાના ધમેડા ગામે રહેતી ૨૪ વષય યુવતીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
જોકે એક પણ દર્દીને હોસ્પટલમાં ખસેડવા પડયાં નથી. બીજી બાજુ શેહર વિસ્તારમાં ૭ અને
ગ્રામ્ય વિસ્તારમાં ૨ મળીને કુલ ૯ દર્દીઓ સાજા થઇ ગયા હતાં.સ્વાઇન ફ્લૂ કે જેને સીઝનલ ફ્લૂ કહેવામાં આવે છે, તેના કોઇ કેસ રવિવારે
ગ્રામ્ય વિસ્તારમાં મળી આવ્યા ન હતાં. પરંતુ ગાંધીનગર શહેર વિસ્તારમાં વાવોલના ૬૨ વર્ષના
વૃદ્ધ અને સેક્ટર ૫માં ૨૮ વર્ષના મહિલાને તાવ આવ્યા બાદ સીઝનલ ફ્લૂ હોવાનો રિપોર્ટ
આવ્યો હતો. આ બન્ને દર્દીને ઘરે જ રાખીને સારવાર આપવામાં આવી રહી છે અને બન્નેની તબિયત
સ્થિર હોવાનું સુત્રોએ જણાવ્યુ હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.