ખેલ મહાકુંભ 2.O રાજ્ય કક્ષા હેન્ડબોલ સ્પર્ધામાં આદર્શ વિદ્યાલય બોટાદનો દબદબો - At This Time

ખેલ મહાકુંભ 2.O રાજ્ય કક્ષા હેન્ડબોલ સ્પર્ધામાં આદર્શ વિદ્યાલય બોટાદનો દબદબો


ખેલ મહાકુંભ રાજ્યકક્ષા હેન્ડબોલ સ્પર્ધા અંતર્ગત આણંદ ખાતે તા,૩૦/૦૫/૨૦૨૪ થી તા,૦૧/૦૬/૨૦૨૪ દરમિયાન
U -૧૪ ભાઈઓ હેન્ડબોલ લીગ ટુર્નામેન્ટ બાદ નોક આઉટ સ્પર્ધા દરમિયાન ખેલાડીઑ દ્રારા અદભુત પ્રદર્શન કરી સિલ્વર મેડલ પ્રાપ્ત કરી બોટાદ જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, તેમજ સમગ્ર બોટાદ જીલ્લા તથા શ્રી આદર્શ વિદ્યાલય બોટાદ નું ગૌરવ વધારેલ છે. તે બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી, શાળાના આચાર્ય તેમજ સમગ્ર આદર્શ શૈક્ષણીક સંકુલ વતી. હેન્ડબોલ રમતના તમામ ખેલાડીઓને તેમજ ડિસ્ટ્રિક્ટ કોચ કૌશિક પટેલનો આભાર તેમજ અભિનંદન વ્યકત કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.