કોર્ટ મુદતે ગયેલો કેદી નશાની હાલતમાં જેલમાં પહોંચ્યો: સાથે રહેલા કોન્સ્ટેબલ અને આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ - At This Time

કોર્ટ મુદતે ગયેલો કેદી નશાની હાલતમાં જેલમાં પહોંચ્યો: સાથે રહેલા કોન્સ્ટેબલ અને આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ


રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદ હત્યાના આરોપી કોર્ટ મુદતે ગયાં બાદ નશાની હાલતમાં પરત ફરતાં કેદી અને તેની સાથે રહેલાં કોન્સ્ટેબલ વિરૂદ્ધ ગુનો દાખલ થયો હતો. બનાવ અંગે પ્ર. નગર પોલીસે તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે રાજકોટ મધ્યસ્થ જેલમાં ઇન્ચાર્જ જેલર વી.કે.પારધીએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદ અવેશ અયુબ ઓડિયા અને હેડ ક્વાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં પરેશ વાઘેલાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ મધ્યસ્થ જેલમાં ઇન્ચાર્જ જેલર ગૃપ-2 (સુબેદાર) તરીકે ફરજ બજાવે છે.
ગઈકાલે પાંચ વાગ્યે જેલના મેઇન ગેટ ઝડતી અમલદાર હવાલદાર હિતેષભાઇ વાજા દ્વારા જાણ કરેલ કે, પોલીસ હેડ ક્વાર્ટર કોન્સ્ટેબલ પરેશ વાઘેલા જેલના કાચા કામના આરોપી અવેશ ઓડીયાને એડી. સેશન્સ કોર્ટમાં કોર્ટ મુદતે આરોપીને રજુ રખાવી સાંજના 04:40 વાગ્યે પરત આવતા કેદીને જમા લેવામાં આવેલ હતો.
ત્યારબાદ અરોપી કેદીની અંગ ઝડતી કરતા મોઢામાંથી વાસ આવતા જેલના મેડીકલ ઓફીસરને બોલાવી આરોપીને ચકાસણી કરતા આરોપીએ કોઈ કેફી પીણુ પીધેલ હોવાનુ જણાવ્યું હતું. જેથી નશામાં આવેલ કેદી અને તેની સાથેના કોન્સ્ટેબલ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, આરોપી થોરાળા પોલીસ મથકના હત્યાના ગુનામાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો છે. બનાવ અંગેની ફરીયાદ પરથી પ્ર. નગર પોલીસે ગુનો નોંધી પીએસઆઈ જે.જી.તેરૈયા અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.