કોલેજોના આચાર્યોએ પરીક્ષાના પેપર ખોલ્યાની સીડી બનાવીને યુનિવર્સિટીને મોકલવી પડશે
એકસાથે બે પેપર લીક થયા બાદ સત્તાધીશોને જ્ઞાન લાદ્યું, જૂનો નિયમ કડકાઈથી અમલી કરાવવા સૂચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના બીબીએ અને બી.કોમ.ના પેપર લીક થયા બાદ હવે સત્તાધીશોને જ્ઞાન લાદ્યું છે. તેમણે કોલેજોને પરિપત્ર કરીને 10થી 13 ઓક્ટોબરના પેપરની સીડી રજૂ કરવાની સાથે સાથે હવે પછીની તમામ પરીક્ષામાં સીલબંધ પેપર જ્યારે ખોલવામાં આવે ત્યારે તેનું વીડિયો રેકોર્ડિંગ કરીને સીડી બનાવીને યુનિવર્સિટીને મોકલવી પડશે. અત્યાર સુધી યુનિવર્સિટીની પરીક્ષાઓ લોલમલોલ રીતે લેવાઈ રહી હતી, તાલુકા કક્ષાની પરીક્ષાઓમાં એક કે બે દિવસ પહેલા પેપર ખોલીને વિદ્યાર્થીઓ લખી નાખતા હતા પરંતુ હવે યુનિવર્સિટીના સત્તાધીશોને જૂનો નિયમ યાદ આવ્યો છે અને હવે દરેક પરીક્ષાના સીલબંધ કવર સીસીટીવી સામે જ ખોલવા અને તેનું રેકોર્ડિંગ કરીને મોકલવા સૂચના અપાઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.