ભારે વરસાદની આગાહી : દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ - At This Time

ભારે વરસાદની આગાહી : દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ


અમદાવાદ,રવિવારગુજરાતમાં ચોમાસાના
વધુ એક રાઉન્ડના પ્રારંભની ઘડીઓ ગણાઇ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ
રાજ્યના અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ
ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાઇ છે. હવામાન વિભાગ
દ્વારા બુધવારે વલસાડ-દમણ, ગુરુવારે ડાંગ-નવસારી-વલસાડ-દમણ, શુક્રવારે ડાંગ-નવસારી-વલસાડ-દમણ-અમરેલી-ભાવનગર-બોટાદમાં
અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડા, આણંદ,
પંચમહાલ, દાહોદ,વડોદરા, જુનાગઢ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાઇ છે. આગામી પાંચ દિવસ અન્યત્ર
જ્યાં ભારેથી અતિભારે ભારે વરસાદ પડી શકે છે તેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર,
સુરેન્દ્રનગર, તાપી, સુરત, ભરૃચનો પણ સમાવેશ થાય છે.

હવામાન અંગે આગાહી
કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં મંગળવારથી ગુરુવાર સુધી મધ્યમથી ભારે વરસાદ પડે
તેવી સંભાવના છે. શુક્રવારથી વરસાદના જોરમાં સાધારણ ઘટાડો જોવા મળી શકે છે. દરમિયાન
આજે દિવસ દરમિયાન રાજ્યના ૮૦ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં અમરેલીના બાબરા-લાઠીમાં
સૌથી વધુ અઢી ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. ગુજરાતમાં હજુ સુધી સીઝનનો ૭૬ ટકા વરસાદ નોંધાયો
છે.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.