સુરત જિલ્લામાં રેડ એલર્ટ : 28 રસ્તાઓ અવરજવર માટે બંધ કરાયા
- ભારે વરસાદને લીધે ઉમરપાડા તાલુકાના 56 ગામો પૈકી 8 ગામનો મુખ્ય રસ્તા બંધ કરાયા : NDRF
અને SDRFની એક-એક ટીમ તૈનાત કરી દેવાઇ સુરત સુરત
જિલ્લામાં આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જારી કરતા વહીવટીતંત્ર
પણ સાબદુ થઇ ગયુ છે. ભારે વરસાદના કારણે સુરત જિલ્લાના ૨૮ રસ્તાઓ પર પાણી ફરી વળતા
અવર જવર માટે બંધ કરી દેવાયા છે. એક એનડીઆરએફ અને એક એસડીઆરએફની ટીમ સુરત જિલ્લામાં
તૈનાત કરી દેવાઇ છે. સુરત જિલ્લાના
ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં સતત દેમાર વરસાદ વરસી રહ્યો હોવાથી પરિસ્થિતિને ધ્યાને
રાખીને સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકે જણાવ્યુ હતુ કે અત્યાર સુધી સુરત જિલ્લામાં ઓરેન્જ
એલર્ટ હતુ. પરંતુ હવે રેડ એલર્ટ થયુ છે. ઉમરપાડા તાલુકામાં ભારે વરસાદના કારણે ૫૬ ગામોમાંથી આઠ ગામોના મુખ્ય
રસ્તાઓ બંધ કરી દેવાયા છે. જયારે સુરત જિલ્લાના કુલ ૨૮ રસ્તાઓ પણ પાણી ફરી વળતા કે
પછી વિયર ઓવરફલો થતા બંધ કરી દેવાયા હતા.
આ
ઉપરાંત હરિપુરા વિયર કમ કોઝવે પણ બંધ કરી દેવાયો છે. હાલની સ્થિતિને જોતા સુરત
શહેર અને જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ અને બીજી એક એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઇ
છે. હાલ ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં જ ભારે વરસાદ છે. જેમાં ઉમરપાડા તાલુકામાં
ખાસ તકેદારી રખાઇ રહી છે. આ સિવાય અન્ય તાલુકાઓની સ્થિતિ કંટ્રોલમાં છે. ડિઝાસ્ટર
મેનેજમેન્ટ સતત નજર રાખી રહ્યુ છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.