OMG! સપનાંની નગરી પાણીમાં ડૂબી:રેકોર્ડ બ્રેક 11.8 ઈંચ વરસાદથી જનજીવન ઠપ, લોકલ ટ્રેનનાં પૈડાં થંભ્યાં, બચાવ કામગીરી શરૂઃ PHOTOS
માયાનગરી મુંબઈમાં ભારે વરસાદને કારણે લાઈફલાઈન કહેવાતી લોકલ ટ્રેનનાં પૈડા થંભી ગયાં છે. મુંબઈમાં 6 કલાકમાં જ 11.8 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર ઘૂંટણ સુધીનાં પાણી ભરાયાં છે. વરસાદને કારણે સામાન્ય લોકોને બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર પૂરને કારણે ગાડીઓ ડૂબી ગઈ છે. તેમજ આજે સ્કૂલો બંધ રાખવામાં આવી છે. ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયાં છે. મુંબઈમાં ગઈકાલ રાતથી મુશળધાર વરસાદ ચાલુ હતો. મુંબઈમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં છે. કિંગ્સ સર્કલ પહેલાં સાયન, માટુંગા, ગાંધી માર્કેટ આ વિસ્તારો જળમગ્ન થયા છે. કલ્યાણ-કસારા સેક્શન અને ખડાવલી અને ટિટવાલા વચ્ચે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને રવિવારે લોકલ ટ્રેન સેવાઓ પણ ખોરવાઈ હતી. ભારે વરસાદને કારણે નવી મુંબઈમાં લોકલ ટ્રેનો 15 થી 20 મિનિટ મોડી ચાલી રહી છે. ભારે વરસાદ અને ઠેર-ઠેર પાણી ભરાવાને કારણે સેન્ટ્રલ રેલવે લાઇન સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયાં છે. લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનો અને લોકલ ટ્રેનો વિવિધ સ્થળોએ રોકાઈ ગઈ છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક જગ્યાએ વૃક્ષો પડવાના બનાવો પણ સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે સ્થાનિક રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે ઉપનગરીય ટ્રેન સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે થાણે, પાલઘર અને રાયગઢ અને આસપાસના વિસ્તારોના લોકો માટે મુંબઈ લોકલ ટ્રેનને મુંબઈકરોની લાઈફલાઈન માનવામાં આવે છે. મુંબઈના રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયાં હતાં. સોસાયટીમાં રહેતા લોકોને બહાર નીકળતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કમર સુધીના પાણી ભરાયાં છે. કલંબોલી વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. જેના કારણે પૂરનો ખતરો મંડરાઇ રહ્યો છે. ગાડીઓ રસ્તાઓ પર ફસાયેલી છે. જ્યાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. જેને કારણે ત્યાંના નિવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈ પોલીસ અને સ્થાનીય પ્રશાસને તાત્કાલિક પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરી છે. તેમજ નાગરિકોને સુરક્ષિત રહેવા માટે અપીલ કરી છે. ઈમર્જન્સી સર્વિસ વિભાગ અને નગરપાલિકા સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. હાલમાં અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, મલાડ, કાંદિવલી, બોરીવલી, દહિસર, વિલેપાર્લે, સાંતાક્રૂઝ, બાંદ્રા વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અંધેરી, જુહુ અને જોગેશ્વરી વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘણી વધારે છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ફોટોઝમાં જુઓ મુંબઈ શહેરની સ્થિતિ....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.