Realmeએ 7,999 રૂપિયાની કિંમતે લૉન્ચ કર્યો શાનદાર ડિઝાઇન સાથેનો આ ફોન - At This Time

Realmeએ 7,999 રૂપિયાની કિંમતે લૉન્ચ કર્યો શાનદાર ડિઝાઇન સાથેનો આ ફોન


Realme Indiaએ તેનો નવો એન્ટ્રી લેવલ સ્માર્ટફોન Realme Narzo 50i પ્રાઇમ ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોનને Octacore Unisoc પ્રોસેસર અને 5,000mah બેટરી સાથે રજૂ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, Realme એ આ ફોન ભારતીય બજાર પહેલા મલેશિયામાં લોન્ચ કર્યો હતો. Realme Narzo 50i Primeમાં 6.5-ઇંચની ડિસ્પ્લે છે અને Android 11 માટે સપોર્ટ છે. ફોન 4 GB રેમ અને 64 GB સ્ટોરેજ સુધી સપોર્ટ કરે છે.

Realme Narzo 50i પ્રાઇમની કિંમત

ફોનને ડાર્ક બ્લુ અને મિન્ટ ગ્રીન કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનના 3 GB રેમ સાથે 32 GB સ્ટોરેજની કિંમત લગભગ 7,999 રૂપિયા છે અને 4 જીબી રેમ સાથેના 64 GB સ્ટોરેજની કિંમત લગભગ 8,999 રૂપિયા છે. Realme Narzo 50i પ્રાઇમ 23 સપ્ટેમ્બરથી બપોરે 12 કલાકથી Amazon ગ્રેટ ઇન્ડિયન સેલમાં ખરીદી માટે ઉપલબ્ધ થશે. ત્યારે પ્રાઇમ સભ્યો એક દિવસ પહેલા એટલે કે 22 સપ્ટેમ્બરથી ફોન ખરીદી શકે છે.

Realme Narzo 50i પ્રાઇમની વિશિષ્ટતાઓ

Realme Narzo 50i Primeમાં 6.5-ઇંચની ફુલ HD+ LCD ડિસ્પ્લે છે, જે 720x1,600 પિક્સેલ રિઝોલ્યુશન અને 400 nits બ્રાઇટનેસ સાથે આવે છે. ફોનનો સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 88.7 % છે. ફોનમાં Android 11 આધારિત Realme UI Go એડિશન આપવામાં આવ્યું છે. Realme Narzo 50i Prime ઓક્ટા-કોર Unisoc T612 પ્રોસેસર સાથે 64 GB સુધી UFS 2.2 સ્ટોરેજ અને 4 GB RAM સુધી સપોર્ટ કરે છે. સ્ટોરેજને માઇક્રો SD કાર્ડની મદદથી 1 TB સુધી વધારી શકાય છે.

Realme Narzo 50i પ્રાઇમનો કેમેરો

Realme Narzo 50i પ્રાઇમને 8-મેગાપિક્સલનો AI સિંગલ રિયર કેમેરા મળે છે, જે LED ફ્લેશ લાઇટ સપોર્ટ સાથે આવે છે. સેલ્ફી અને વિડિયો કૉલ્સ માટે ફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. રિયર કેમેરા સાથે HDR સપોર્ટ આપવામાં આવ્યો છે.

Realme Narzo 50i પ્રાઇમ બેટરી

Realme Narzo 50i પ્રાઇમ સાથે 5000mAh બેટરી સપોર્ટેડ છે. બેટરીની વાત કરીએ તો કંપનીનો દાવો છે કે તેને 4 દિવસ સુધી ચલાવી શકાય છે. જો કે, કંપનીએ ચાર્જિંગ પોર્ટ વિશે માહિતી આપી નથી. ફોનમાં કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ અને વાઇ-ફાઇને સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનનું વજન 182 ગ્રામ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.