વડવા હોથી તા.ભુજ-મોમાઈમાંના મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા.
વડવા હોથી તા.ભુજ-મોમાઈમાંના મંદિરે ધાર્મિક
કાર્યક્રમો યોજાયા વડવા હોથી સમસ્ત મેઘમારુ લોચા પરિવાર સંચાલિત મોમાઈમાં ના મંદિરે ભુવાજી મનજીદાદા,પુજારી વેરશીભગત ના સાનિધ્યમાં આસો સુદ આઠમને તા.૧૧/૧૦/૨૦૨૪ના સવારે મહાઆરતી, સમૂહ પેડી,નૈવેધ(જુવાર), મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યોયોજાયા હતા નામાંકિત કલાકારો નારણભાઈ જેપાર અને હરેશભાઈ લોચા સાથે રાસ ગરબાનું ભવ્ય આયોજન લોચા પરિવાર દ્રારા કરવામાં આવ્યું હતું મહાપ્રસાદના દાતા મહેશભાઈ દેવજીભાઈ લોચા આદિપુર એ સહયોગ આપ્યો હતો સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા મનજીદાદા, નારણભાઈ લોચા, લક્ષ્મણભાઈ લોચા, ગોવિંદ કારુભાઈ, રમેશમેઘજી, સતીશભાઈલોચા, કરમશી ખીમજી, રમેશ પેથા, રમેશ આલારામ, નારણ ખીમજી, કિશન લોચા, રમેશ ખીમજી, પ્રવીણભાઈ લોચા, પ્રેમજી લોચા, નરેશ મેઘજી વગેરે એ જહેમત ઉઠાવી હતી. વર્ષોથી મોમાઈમાં ના મંદિરે થતા ધાર્મિક સામાજિક કાર્યમાં ખડે પગે સેવા આપનાર ભુજોડી ગામના લોચા પરિવારના 16 યુવાન કાર્યકર્તાઓને મોમેન્ટો આપીને અંજારના નૈતિક બીજલ લોચા દ્વારા સન્માન કરાયું હતું.
ઉપરોક્ત ધાર્મિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પરિવારના ભાઈઓ-બહેનો, વડીલો ભાગ લીધો હતો.
એવી યાદી શ્રી નારણભાઈ લોચાએ જણાવી હતી.
7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.