શહેરા તાલુકાના પાદરડી ગામે સાસરીયાઓના મારથી બચવા યુવકનુ કુવામા પડી જતા કરુણ મોત
શહેરા પોલીસ મથકમા મૃતક યુવાનના સાસરી પક્ષના ચાર લોકો સામે ગુનો નોધાયો
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પાદરડી ગામે રાહુલ બામણીયા યુવકની લાશ નજીકના કુવામાથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.રાહુલના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામા આવ્યો હતો કે તેના સાસરી પક્ષના સભ્યોએ તુ મરી જા અમારી છોકરી છૂટી થાય . તેમ કહીને માર મારતા રાહુલ ને શારીરિક અને માનસિક ત્રાસ સહન ન થતા વધુ મારથી બચવા માટે કુવામાથી પડી જતા તેનુ મોત થયુ હતુ, આ મામલે સાસરી પક્ષના ચાર લોકો સામે પોલીસ ફરિયાદ પણ નોધાઈ છે. યુવક રાહુલની લાશ જે કુવામાથી મળી આવી હતી તેના બહાર કાઢવા ગોધરા અને શહેરાથી NDRFટીમ અને શહેરા નગરપાલિકા આવી ત્યારે સ્થાનિક લોકોની પણ મદદ વડે લાશને બહાર કાઢવામા આવી હતી. પુત્ર ગુમાવતા પરિવારમા શોકનો માહોલ છવાયો હતો. રાહુલ થોડા દિવસ પહેલા એકપુત્રીનો પિતા બન્યો હતો. હાલમા આ મામલે શહેરા પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શહેરા તાલુકાના પાદરડી ગામે એક યુવાન રાહુલ બામણીયા કુવામા પડી ગયો હોવાની વાત વાયુલેગે ફેલાતા મોટી સંખ્યામા લોકો એકત્રીત થઈ ગયા હતા. ત્યારાબાદ સ્થાનિકો દ્વારા શહેરા પોલીસને જાણ કરવામા આવી હતી. શહેરા ફાયર વિભાગ અને ગોધરા ફાયર વિભાગની ટીમને પણ જાણ કરવામા આવી હતી. ત્યારબાદ કલાકની મહેનત બાદ રાહુલ બામણીયાની લાશને કુવામાથી બહાર કાઢવામા આવી હતી. અને પોસ્ટ મોર્ટમ માટે શહેરા રેફલર હોસ્પિટલ ખાતે ખસેડવામા આવી હતી.આ સમગ્ર મામલામા રાહુલની સાસરીપક્ષના સભ્યો દ્વારા રાહુલ અને તેના પરિવારજનો માર મારવામા આવ્યો હોવાનુ પોલીસ ફરિયાદમા જણાવાયુ છે. ઈકો ગાડી લઈને આવેલા સાસરી પક્ષના સભ્યો દ્વારા રાહુલને કહેવામા આવ્યું હતુ કે તુ મરી જાય તો અમારી છોકરી છૂટી થઈ જાય કહીને માર મારવામા આવ્યો હતો. ત્યારે રાહુલ ને શારીરિક માનસિક ત્રાસ અને વધુ મારથી બચવા માટે કુવામા કુદી ગયો હોવાનુ પોલીસ ફરિયાદમા જણાવાયુ છે. આ મામલે સાસરી પક્ષના 4 લોકો સામે પોલીસ ફરિયાદ નોધાઈ છે. પરિવારમા પુત્ર ગુમાવતા પરિવારજનોમા ભારે શોકનો માહોલ વ્યાપ્યો છે. હાલમા પોલીસે આ મામલે ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.