શીતળાધાર પાસે બાંધકામ સાઇટ પર બાળકી પાણીના ટાંકામાં પટકાઇ : મોત
કોઠારીયા રોડ પર શીતળાધાર પાસે આવેલ બાંધકામ સાઇટ પરથી ત્રણ વર્ષની બાળકી પાણીના ખુલ્લા ટાંકામાં પટકાતા ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની વધુ વિગત અનુસાર મુળ મધ્યપ્રદેશના અને હાલ કોઠારીયા પર આવેલ શીતળાધારમાં આવેલ
ગોકુલ-મથુરા સાઇટ પર મજુરી કામ કરતા બબલુભાઇ પરમારની ત્રણ વર્ષની પુત્રી જયશ્રી આજે બપોરે 11:30 વાગ્યાની આસપાસ સાઇટ પર રમતી હતી ત્યારે અચાનક તેનો પગ લપસતા તે નીચે આવેલ ખુલ્લા પાણીના ટાંકામાં પટકાઇ હતી. જેમાં બાળકીને ગંભીર ઇજા પહોંચી હતી. બાળકીને ઇજાગ્રસ્ત હાલતમાં 108 મારફતે સારવારમાં કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
જયાં તેમનું ટુંકી સારવારમાં મોત નિપજયૂં હતું. બનાવ અંગે જાણ થતા આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડાયો હતો. વધુમાં મૃતક બાળકીને બે ભાઇ-બહેનમાં મોટી હતી અને તેના િ5તા કડીયા કામ કરે છે. બનાવથી પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.