બિલ્ડરે PPPના નામે બગીચો હડપ કર્યો, મનપાએ દબાણ હટાવી બોર્ડ લગાવ્યાં
મવડીની ગેલેક્સી ગાર્ડન સાઈટ ફરી વિવાદમાં, ઈજનેરો દોડી ગયા.
ગેટ પર બિલ્ડરે નામ લખાવ્યા તેની મરજી હોય તેને જ પ્રવેશ બાકી તાળાં.
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં નિર્માણાધીન ગેલેક્સી ગાર્ડન સાઈટ ફરી વખત વિવાદમાં આવી છે આ વખતે બગીચામાં ગેરકાયદે દબાણ કરવામાં આવતા મનપાએ દબાણ હટાવીને મનપાનો બગીચો છે તેવું સ્પષ્ટ બોર્ડ લગાવી દીધું છે. મવડીમાં મનપાના બગીચા હેતુના પ્લોટની બાજુમાં જ બિલ્ડર લાડાણી ગ્રૂપએ સાઈટ શરૂ કરી હતી અને બગીચાને પીપીપીના ધોરણે વિકસાવવા કરાર કર્યા હતા. બિલ્ડરે પહેલા બગીચો બનાવ્યો અને પછી તે બગીચાને પોતાના બ્રોશરમાં બતાવી બગીચો તેમની માલિકીનો હોય તેવું બતાવવા પ્રયાસ કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.