રૈયાધારમાં વ્યાજખોરે બાઈક અને રીક્ષા પડાવી લેતા યુવાનનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
રૈયાધારમાં વ્યાજખોરે રીક્ષાચાલક યુવાનની રીક્ષા અને બાઈક પડાવી લેતા યુવાને કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડાયો હતો. પ્રાપ્ત વિગત મુજબ રૈયાધારમાં બંસીધર સોસાયટી શેરી નં.1માં રહેતા નરેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ જોશી (ઉ.23) ગઈ રાત્રીના 2-30 ના આસપાસ પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિ. પોલીસને જાણ કરી હતી.
વધુમાં મળેલ વિગત મુજબ યુવાન રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો તેને થોડા સમય પહેલા વાઘેલાભાઈ નામના વ્યાજખોર પાસેથી પોતાનું બાઈક ગીરવે મુકી રૂપિયા વ્યાજે લીધા હતા. બાદમાં તે રૂપિયા રીક્ષા ચલાવી મળતી આવકમાંથી ચૂકવવાનું નકકી થયું હતું. તે દરમિયાન વ્યાજખોર તે રીક્ષા પણ પડાવીને લઈ ગયો હતો. જેથી રોજીરોટી છીનવાઈ જતા કંટાળીને પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. પોલીસે યુવાનનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.