ધંધુકામા ડો. બાબાસાહેબ આંબેડકરજીની 133મી જન્મજયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.
ધંધુકામા ડો. બાબાસાહેબ આંબેડકરજીની 133મી જન્મજયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના ડો. બાબાસાહેબ સ્ટેચ્યુ ખાતે બાબાસાહેબની 133મી જન્મજયંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ બાળકો, વૃધ્ધો, બહેનો બાબાસાહેબને ફુલહાર કરીને નમન કરીને ઉજવણી કરી હતી. ડો. બાબાસાહેબ આંબેડકરએ ભારત દેશના બંધારણના ઘડવૈયા તેમજ દેશના પ્રથમ કાયદામંત્રી હતા જેથી ભારત સહીત વિશ્વમાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે. હોમગાર્ડ યુનિટ ના સેક્શન ઓફિસરના માર્ગદર્શન હેઠળ હોમગાર્ડ ઓફિસ ખાતે બાબાસાહેબની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હોમગાર્ડના જવાનો હાજર રહ્યા હતા. ડો. બાબાસાહેબ સ્ટેચ્યુ ખાતે વર્તમાન ધારાસભ્યશ્રી કાળુભાઇ ડાભી, પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ગોહિલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખો, સદસ્યો, એપીએમસીના ચેરમેન શ્રી ચેતનસિંહ ચાવડા, બીજેપી તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ, સામાજિક સંગઠનો, અનુસૂચિત જાતિ સમાજના સામાજિક આગેવાનો, યુવાનો, બહેનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.