વિસાવદરચામુંડા ગરબી મંડળમાં તા.૨૧/૧૦/૨૩ ને શનિવારે રાત્રીના ગોળાના રાસનું ભવ્ય આયોજન - At This Time

વિસાવદરચામુંડા ગરબી મંડળમાં તા.૨૧/૧૦/૨૩ ને શનિવારે રાત્રીના ગોળાના રાસનું ભવ્ય આયોજન


વિસાવદરતા.ચામુંડા ગરબી મંડળમાં તા.૨૧/૧૦/૨૩ ના રોજ રાત્રીના ૯-૦૦ કલાકે પ્રસિધ્ધ ગોળાના રાસનું તથા દાતાઓના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હોય અને તેની તડામાર તૈયારીઓ છેલ્લા એકાદ માસથી કરવામાં આવતી હોય સમગ્ર શહેર તથા ગ્રામ્ય વિસ્તારના લોકોને હાજર રહેવા ગરબી મંડળ વતી અપીલ કરવામાં આવેલ છે. તથા આ જ દિવસે ગરબી મંડળના દાતાઓના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ ઉપરાંત સુપ્રસિદ્ધ ભજન કલાકાર મનીષભાઈ રીબડીયા (વોઇસ ઓફ નારાયણ સ્વામી) જેવા જ અવાજમાં પ્રેક્ષકોને સંતવાણી પીરસસે.
અત્રે ઉલ્લેખનિય છે કે , શહેરની સૌથી જૂની અને જાણીતી ગરબી એટલે ગામની જૂની હવેલીની ગરબી હાલ નવરૂપ રંગ સાથે નવા નામથી ચામુંડા ગરબી નોરતાના પંદર દિવસ અગાવથી આ ગરબીના સંચાલકો દ્વારા તૈયારી કરવામાં આવે છે અને સૌથી જૂની ગરબી હોય તેથી આ ગરબી જોવા માટે આજની તારીખે પણ ગ્રામ્ય વિસ્તારના લોકો રાત્રીના ઘર પરિવાર સાથે આ ગરબી જોવા આવે છે આ ગરીબીમાં વર્ષોથી સંચાલકો કાલ ક્રમે બદલતા રહે છે અને નવા નવા કાર્યકરો માતાજીના આ સેવા કાર્યોમાં જોડાતા રહે છે અહીં આજની તારીખે પણ અતિ પ્રાચીન અને અર્વાચીન ગરબાની ઉપર બહેનો સુંદર મજાના સંગીતના તાલે ગરબા લ્યે છે વિસાવદર શહેરની માત્ર આ એક જ ગરબી છે કે જ્યાં ૧૨ વર્ષ ઉપરાંતની દીકરીને રાખવામાં આવતી નથી આ ગરબીની ખાસ વિશેષતા એ છે કે ખૂબ જ નાની નાની કુવારીકાઓ જેને અન્ય કોઈપણ ગરબી મંડળમાં રાખવામાં ન આવે તેવી તમામ દીકરીઓના ઉત્સાહ ઉમંગ જોઈ આ ગરબીમાં રાખવામાં આવે છે આ ગરબીમાં અતિ નાની બાળાઓ કાળી ધેલી ભાષામાં માતાજીના ગરબા લેતી સાક્ષાત જગદંબા સમાન દીકરીઓ જાણે કે માતાજીના બાળ સ્વરૂપ હોય તે રીતે ગરબા લ્યે છે અને આ બાળાઓનો રાસ જોવા લોકો ઉમટી પડે છે. આ ગરબી વર્ષોથી અહીં થાય છે વિસાવદરમાં અનેક ગરબીઓ બંધ થાય છે અને ફરી નવા સંચાલકો આવતા ફરી ચાલુ કરાય છે ત્યારે વિસાવદરમાં જૂની બજાર તરીકે ઓળખાતા રોડ ઉપર જૂની હવેલીમાં પહેલા આ ગરબી થતી પરંતુ છેલ્લા ચાલીસેક વર્ષથી ત્યાં રોડ ઉપર આ ગરબી થાય છે. આ ગરબીમાં દાતાઓ તરફથી આપવામાં આવતી લાણી દરરોજ બાળાઓને આપવામાં આવે છે ઉપરાંત ગરબીમાં નાત જાતના ભેદભાવ વગર દરેક જ્ઞાતીની દીકરીને રાખવામાં આવે છે પછી તે ગમે તે વિસ્તારની હોય હાલ પણ આ ગરબીમાં ગ્રૂપ એ અને ગ્રૂપ બી ની દીકરીઓ મળી કુલ -૪૧ દીકરીઓ રાસ ગરબામાં રહેલ છે.વિસાવદરની આ ગરબીમાં કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને કોઈપણ પ્રકારનું ઇનામ આપવું હોય તો સંચાલકો પાસે નોંધાવી શકે છે.

રિપોર્ટ હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.