એનીમલ હેલ્પલાઈન દ્વારા "ગૌ આધારીત ઉધમિતા અને ગ્રામીણ વિકાસમાં આપણા બધાનું યોગદાન" વિષય પર વાર્તાલાપનું ગુરૂવારે આયોજન. - At This Time

એનીમલ હેલ્પલાઈન દ્વારા “ગૌ આધારીત ઉધમિતા અને ગ્રામીણ વિકાસમાં આપણા બધાનું યોગદાન” વિષય પર વાર્તાલાપનું ગુરૂવારે આયોજન.


એનીમલ હેલ્પલાઈન દ્વારા "ગૌ આધારીત ઉધમિતા અને ગ્રામીણ વિકાસમાં આપણા બધાનું યોગદાન" વિષય પર વાર્તાલાપનું ગુરૂવારે આયોજન.

  ડો. વલ્લભભાઈ કથીરીયા(પૂર્વ અધ્યક્ષ, રાષ્ટ્રીય કામધેનુ આયોગ), ડો. કમલ તાવરી (આઈ.એ.એસ.,લેખક), ઈરમલ માર્લા  (જર્મની), ગીરીશભાઈ શાહ (એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા) માર્ગદર્શન આપશે, સૌને જોડાવા જાહેર આમંત્રણ

  વિજયભાઈ બોરીચા (શ્રી ક્રિષ્ના ગીર ગૌધામ–મવડી)નો સુંદર સહયોગ

 

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન, રાજકોટ દ્વારા વખતોવખત જીવદયા, ગૌસેવા, માનવતા અને અન્ય સેવાકીય પ્રવૃતિઓ ઉપર નિષ્ણાંતોને આમંત્રીત કરી આંતરરાષ્ટ્રીય કક્ષાના વેબીનાર તથા વાર્તાલાપ, જીવદયા સંમેલનોનું આયોજનો કરાય છે. આ શૃંખલામાં "ગૌ આધારીત ઉધમિતા અને ગ્રામીણ વિકાસમાં આપણા બધાનું યોગદાન'' વિષય પર વાર્તાલાપનું આયોજન શ્રી ક્રિષ્ના ગીર ગૌધામે મવડી પાળ રોડ, ટીલાળા ચોક નવો ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું આ વાર્તાલાપમાં મુખ્ય વકતા તરીકે ડો. વલ્લભભાઈ કથીરીયા(પૂર્વ અધ્યક્ષ, રાષ્ટ્રીય કામધેનુ આયોગ), ડો. કમલ તાવરી (આઈ.એ.એસ.,લેખક), ઈરમલ માર્લા  (જર્મની), ગીરીરાભાઈ શાહ (એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા) પોતાનું અનુભવ સિધ્ધ માર્ગદશન, તકનીકી કૌશલ્ય અંગે સૌને માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમમાં સૌને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ અપાયું
આ કાર્યક્રમને વિજયભાઈ બોરીચા (શ્રી ક્રિષ્ના ગીર ગૌધામ–ધવડી)નો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે.
આ કાર્યક્રમમાં ભરતભાઈ પરસાણા, હિરેનભાઈ હાપલીયા, પ્રફુલભાઈ નાયક, વી.પી. વૈષ્ણવ, પૂ. રાધે ભારતી માતાજી, પાર્થભાઈ ગણાત્રા, ચંદ્રકાંતભાઈ શેઠ, રમેશભાઈ રૂપારેલીયા, બાલાભાઈ અક્બરી, કિશનભાઈ દવે, ડો. પ્રભુદાસ તન્ના, કાંતિભાઈ તન્ના, કાંતિભાઈ પટેલ, ધર્મેશભાઈ પારેખ, ચંદ્રેશભાઈ પટેલ, વિજયભાઈ ડોબરીયા, હેમલભાઈ દોશી, દિલીપભાઈ સખીયા, વિજયભાઈ બોરીચા, વર્ધમાન યુવક ગ્રુપ, અર્હમ યુવા સેવા ગ્રુપ, ડી.વી. મહેતા, જય મહેતા, કલ્પકભાઈ મણીયાર, જીવદયા ગ્રુપ, ડો. રશ્મિકાંત મોદી, દીલીપભાઈ સોમૈયા, અશોકભાઈ સેજપાલ, કૃષ્ણકાંતભાઈ ધોળકીયા, સંઘ ગૌ સેવામાંથી, દિલીપભાઈ તંતી, કુમારપાળ શાહ, ચંદુભાઈ રાયચુરા, ડેનીસ આડેસરા, જૂથરાભાઈ બગડાઈ, પુજાબેન પટેલ, દિપકભાઈ કારીયા, જયદીપભાઈ વોરા, હેમલભાઈ મહેતા, ભરતભાઈ ભીમાણી, મનીશભાઈ ભટ્ટ , યોગેશભાઇ પાંચાણી, અર્જુનભાઈ દાસાણી, અમીતભાઈ સંઘવી, ભરતભાઇ મહેતા સહિતના મહાનુભાવોનું સાનિધ્ય રહેશે. "ગૌ આધારીત ઉધમિતા અને ગ્રામીણ વિકાસમાં આપણા બધાનું યોગદાન" અંગેના કાર્યક્રમ અંગેની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯ તથા રમેશભાઈ ઠકકર મો. નં. ૯૯૦૯૯ ૭૧૧૧૬ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન રાજકોટના મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ઘનશ્યામભાઈ ઠકકર, રમેશભાઈ ઠકકર, ધિરેન્દ્ર કાનાબાર, રજનીભાઈ પટેલ, એડવોકેટ કમલેશભાઈ શાહ, વિષ્ણુભાઈ ભરાડ, ગૌરાંગભાઈ ઠક્કર, પારસભાઈ મહેતા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.