આચાર્ય લોકેશજીએ શિકાગો ઓપન યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યું. - At This Time

આચાર્ય લોકેશજીએ શિકાગો ઓપન યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યું.


આચાર્ય લોકેશજીએ શિકાગો ઓપન યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યું.

ઉચ્ચ શિક્ષણ વ્યક્તિગત અને સામૂહિક સુખાકારી બંનેને ટેકો આપે છે - આચાર્ય લોકેશજી

શાંતિ શિક્ષણ એ શાળા અને યુનિવર્સિટીના અભ્યાસક્રમનો ભાગ હોવો જોઈએ - આચાર્ય લોકેશજી

‘અહિંસા વિશ્વ ભારતી’ અને ‘વર્લ્ડ પીસ સેન્ટર’ના સ્થાપક જૈન આચાર્ય ડૉ. લોકેશજીએ મુખ્ય અતિથિ તરીકે શિકાગો ઓપન યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યું હતું. ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં આચાર્યશ્રીએ જીવનના વિવિધ ક્ષેત્રોની પ્રતિષ્ઠિત હસ્તીઓને ડોક્ટરેટની પદવી એનાયત કરી અને પછી મીડિયાને સંબોધન કર્યું. સમારોહમાં આચાર્યશ્રીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરવા બદલ અભિનંદન આપતા પરમ પૂજ્ય આચાર્ય લોકેશજીએ કહ્યું કે, ‘શિક્ષણ એક એવું માધ્યમ છે જે વ્યક્તિની પ્રગતિમાં મદદ કરે છે અને સમાજની પ્રગતિ અને કલ્યાણમાં પણ મદદરૂપ સાબિત થાય છે. ઉચ્ચ શિક્ષણ વ્યક્તિગત અને સામૂહિક સુખાકારી બંને માટે મહત્વપૂર્ણ છે; ઉચ્ચ શિક્ષણ લોકશાહી અને ટકાઉ વિકાસને પણ પ્રોત્સાહન આપે છે અને ગુના ઘટાડવામાં ફાળો આપે છે.’ શિકાગો ઓપન યુનિવર્સીટી જેવી સંસ્થાઓ વિવિધ ક્ષેત્રના લોકોને ડોક્ટરેટની ડિગ્રી આપીને માનવ કલ્યાણનું મહાન કાર્ય કરી રહી છે.
વિશ્વ શાંતિ દૂત આચાર્ય લોકેશજીએ શાળાઓ અને યુનિવર્સિટીઓમાં શાંતિ શિક્ષણને એકીકૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે, “શાંતિ શિક્ષણ અભ્યાસક્રમનો એક ભાગ હોવો જોઈએ. સારા ડોકટરો, એન્જીનીયરો, વકીલો, વૈજ્ઞાનિકો, શિક્ષણવિદોના નિર્માણની સાથે સાથે આપણી શિક્ષણ પ્રણાલી સારા વ્યક્તિત્વનું નિર્માણ કરે તે ખૂબ જ જરૂરી છે. 'પીસ એજ્યુકેશન' જે પ્રાચીન યોગ અને વર્તમાન વૈજ્ઞાનિક સંશોધનનું સંયોજન છે, તે વિવિધ શાળાઓ અને યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમ તરીકે ઓફર કરી શકાય છે. શાંતિ શિક્ષણ મનુષ્યોમાં પ્રાણીસૃષ્ટિની વૃત્તિઓને દૂર કરવા અને માનવીય અને આધ્યાત્મિક મૂલ્યોને જાગૃત કરવાનું કામ કરે છે.”સમારંભ બાદ શાંતિ શિક્ષણ અને આગામી વિશ્વ શાંતિ કેન્દ્ર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.