જસદણમાં રૂ. ૨૮૫ લાખના ખર્ચે બનનારા નગર સેવા સદનના બિલ્ડીંગનું ખાતર્મુહુત થયું
જસદણમાં રૂ. ૨૮૫ લાખના ખર્ચે બનનારા નગર સેવા સદનના બિલ્ડીંગનું ખાતર્મુહુત થયું
જસદણમાં રિવરફ્રન્ટ, સીસી ટીવી કેમેરા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી મોડેલ નગર બનાવાશે અને આટકોટમાં આયુષ વિભાગ દ્વારા ૨૦ બેડ હોસ્પિટલ બનાવાશે
રાજકોટ જીલ્લાના જસદણના માર્કેટયાર્ડ ખાતે જસદણ નગરપાલિકા દ્વારા સવર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજન નગર સેવા સદન તથા ૧૫મુ નાણાં પંચ યોજના અન્વયે રૂ.૨૮૫.૦૫ લાખના ખર્ચે નગર સેવા સદન ઓફીસ બિલ્ડીંગ બનાવવાના કામનું ખાતર્મુહુત પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે થયું હતું. આ તકે ભૂમિ પૂજનમાં ડો. ભરતભાઈ બોઘરાની પણ ઉપસ્થિતિ હતી. આ ઉપરાંત જસદણમાં રૂ.૬.૯૯ લાખના ખર્ચે થનારા વિકાસકામોના ખાતર્મુહુત અને રૂ. ૯૪ ૫૬ લાખના ખર્ચે થયેલા વિકાસ કામોનું લોકાર્પણ પણ મંત્રીશ્રીએ કર્યું હતું. મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ કહ્યું હતું કે જસદણ શહેરનો સર્વાંગી વિકાસ થાય, મોડલ નગર બને તે માટેના પ્રયાસો સરકારી સ્તરે થઈ રહ્યો છે. જસદણને નવું નગરપાલિકાનું આધુનિક બિલ્ડીંગ મળવા જઈ રહ્યું છે. શહેરને વિવિધ સુવિધાઓ તબક્કા વાર ઉપલબ્ધ થશે. જેમાં પીવાના પાણી, રસ્તા, આવાસો, ટાઉનહોલ, રિવરફ્રન્ટ, પુર સંરક્ષણ દીવાલ, સંપ બગીચા, સીસી ટીવી કેમેરા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. મંત્રી એ વધુમાં કહ્યું હતું કે આ વિસ્તારમાં સૌની યોજનાનું પાણી વધુ મળે તે માટેનું કામ ચાલી રહ્યું છૅ. જસદણ બસ સ્ટેન્ડનું રિનોવેશન, રમતગમતના મેદાન, વિજ્ઞાન પ્રવાહ સ્કૂલ માટે આધુનિમ લેબ, પુસ્તકાલયમાં વિશેષ સુવિધા ઉભી કરાશે. આટકોટમાં આયુષ વિભાગ દ્વારા ૨૦ બેડ હોસ્પિટલની સુવિધા ઉભી કરાશે.આ વિસ્તારમાં ૫૬ તળાવો ઊંડા કરાયા છે. જેથી વરસાદી પાણીનો સંગ્રહ વધુ થશે. નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ડો.ધિમંતકુમાર વ્યાસે નગરપાલિકા દ્વારા થનારા વિવિધ વિકાસ કામો અંગે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ તકે બીપીરજોય વાવાઝોડાના દાતાશ્રીઓનું સન્માન મંત્રી બાવળિયા દ્વારા કરાયું હતું આ તકે જસદણ ચીફ ઓફિસર, જસદણ મામલતદાર સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, ભાજપના અલગ અલગ વિભાગના તમામ કાર્યકર્તાઓ જસદણ નગરપાલિકાના કર્મચાીઓ અને આગેવાનો અને સામાજીક કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન જસદણના યુવા એડવોકેટ પ્રકાશ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.