બોટાદના નિવૃત શિક્ષક કાંતિભાઈ હમીરાણી દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે લીલા શાકભાજી માથી રાષ્ટ્રધ્વજનુ અનોખુ મૉડેલ બનાવ્યુ
(અજય ચૌહાણ)
બોટાદના શિક્ષક કાંતિભાઈ હમીરાણી દ્વારા પોતાની કલાસુઝના કારણે અનોખી શાકભાજીની કૃતિઓ અવારનવાર તૈયાર કરે છે, ત્યારે આગામી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તેમના દ્વારા શાકભાજી ની મદદ થી અનોખી રાષ્ટ્ર ધ્વજની કૃતિ બનાવવામાં આવેલ, તેમાં વિવિધ પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરવામાં આવેલ . તેમના દ્વારા શાકભાજી માંથી હાથી ,ઘોડિયું, કમળ, મગર, સાપ ,મોર જેવા મોડલો પણ બનાવવામાં આવેલ છે, બાળકો ખૂબ જ રસપૂર્વક આકૃતિઓને નિહાળતા હોય છે. આ કૃતિનું પ્રદર્શન પંડિત દિન દયાલ પ્રાથમિક શાળા નંબર -૧, અને કવિ શ્રી બોટાદકર પ્રાથમિક શાળા નંબર ૩, મા આયોજિત કરવામાં આવેલ. શાળા પરિવાર દ્વારા તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
