14 વર્ષની સગીરાને લલચાવી-ફોસલાવી અપહરણ કર્યાની ફરિયાદ નોંધાઈ
રાજકોટમાં રીક્ષા ચલાવતા 14 વર્ષની દીકરીના પિતાએ એ.ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તારીખ 4/8/2024ની રાત્રે 3:00 વાગ્યા આસપાસ તેઓ ઘરે બધા સુતા હતા. ત્યારે જાગીને જોયું તો તેમની 14 વર્ષની દીકરી મળી આવી નહોતી. જેથી આસપાસમાં તપાસ કરતા તે ક્યાંય મળી ન આવતા સગા સંબંધીઓમાં તપાસ કરી હતી પરંતુ, તે ક્યાંય ન મળતા અગાઉ એમને આરોપી રેહાન ઉર્ફ ઈરફાન સામે શંકા હોય તેના ઘરે તપાસ કરતા રેહાન પણ મળ્યો નહોતો. ત્યારે રેહાન 14 વર્ષની દીકરીને લગ્નની લાલચે કાયદેસરના વાલી પણામાંથી અપહરણ કરી ગયો હોય એવું લાગી રહ્યું છે. હાલ એ-ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આરોપી અને સગીરાની શોધખોળ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.