વીરપુર એ. પી. એમ. સી માં ચેરમેનની બિનહરીફ વરણી કરાઈ... - At This Time

વીરપુર એ. પી. એમ. સી માં ચેરમેનની બિનહરીફ વરણી કરાઈ…


વીરપુર તાલુકા એપીએમસી માં ચેરમેનની ચૂંટણી યોજાઈ જેમાં કોયડમ ના રજનીભાઇ ડી પટેલની બીન હરીફ વરણી કરાઈ હતી. Apmc વીરપુર માં કુલ ૧૬ ડિરેક્ટર તેમજ બે સરકારી પ્રતિનિધિ મળી નિમણુક થતી હોય ૧૬ ડિરેકટરો એકમત ન રહેતા સમગ્ર ડિરેકટરો ભાજપ ની વિચાર ધારા સાથે જોડાયેલ હોવા છતાં બે ગ્રુપમાં વહેંચતા બંને ગ્રુપમાં આઠ આઠ સભ્યો થતાં ગરમાવો આવી ગયો હતો ત્યારે બન્ને પક્ષ દ્વારા મેન્ડેટ માટે પ્રયત્ન હાથ ધરાયા હતા ગત રોજ ૧૨ વાગે ચૂંટણી સમય હોય બંને ગ્રુપ પોતાના સભ્યો સાથે apmc માં પહોંચી ચૂંટણી અધિકારી જિલ્લા રજીસ્ટાર ની અધ્યક્ષતા માં ચૂંટણી યોજાઈ હતી જેમાં પાર્ટી દ્વારા મેન્ડેટ ખોલી વાંચવામાં આવતા રજનીભાઇ પટેલના નામની જાહેરાત થતાં મેન્ડેટ પ્રમાણે સર્વ ડિરેકટરો દ્વારા રજનીભાઈ પટેલને ચેરમેન તરીકે સર્વસંમતિ થી બિનહરીફ જાહેર કરાયા હતા..

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.