લખતર ગામની મિડલ સ્કૂલમાં ગ્રામ પંચાયત દ્વારા એટીવીટી માંથી બનાવેલ દિવાલની સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીની સુચના અનુસાર તપાસ હાથ ધરવામાં આવી - At This Time

લખતર ગામની મિડલ સ્કૂલમાં ગ્રામ પંચાયત દ્વારા એટીવીટી માંથી બનાવેલ દિવાલની સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીની સુચના અનુસાર તપાસ હાથ ધરવામાં આવી


લખતર ગામની મિડલ સ્કૂલમાં ગ્રામ પંચાયત દ્વારા એટીવીટી માંથી બનાવેલ દિવાલની સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીની સુચના અનુસાર તપાસ હાથ ધરવામાં આવીલખતર તાલુકા પંચાયત અમઇ દ્વારા તપાસ હાથ ધરી જિલ્લા વિકાસ અધિકારીને નિવેદન મોકલવા અરજદારને સાથે રાખ્યાલખતર ગામમાં મહિલા સરપંચ દ્વારા ચાર્જ સંભાળ્યા પછી ગ્રામ પંચાયત મહિલા સરપંચના વહીવટદાર પતિ દ્વારા કરવામાં આવેલ વિકાસના દરેક કામમાં ભ્રષ્ટાચાર કરાયાની ગ્રામ પંચાયત મહિલા ઉપસરપંચ હીરાબેન વ્હોદરિયા ગ્રામ પંચાયત સદસ્ય પ્રવીણભાઈ મારુણીયા જાગૃત નાગરિક અને પત્રકાર વિજય જોષી દ્વારા આ અંગે જિલ્લા પંચાયત જિલ્લા કલેકટર એસીબી સુરેન્દ્રનગરમાં લેખિત રજુઆત કરવા આવી હતી આ અંગે થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્નાને લેખિત રજુઆત કરતા તેમના આ રજુઆતને ગંભીરતાથી લઈ લખતર તાલુકા પંચાયત અમઇ ને લખતર આથમણા દરવાજા આવેલ મિડલ સ્કૂલની બનાવેલ દિવાલ અંગે કરવામાં આવેલ ભ્રષ્ટાચાર અંગે તપાસ કરી અહેવાલ આપવા સુચના આપવામાં આવી હતી આથી લખતર તાલુકા પંચાયત અમઇ વિવેક વાઘેલા દ્વારા અરજદાર ગ્રામ પંચાયત મહિલા ઉપસરપંચ હીરાબેન વ્હોદરિયા ગ્રામ પંચાયત સદસ્ય પ્રવીણભાઈ મારુણીયા જાગૃત નાગરિક અને પત્રકાર વિજય જોષીને સાથે રાખી સ્થળ તપાસ કરી હતી અને નિવેદન લઈ અહેવાલ સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્નાને અહેવાલ મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી છે

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.