ધંધુકા નગરપાલિકાનું ₹5.33 કરોડનું બજેટ 20 વિરુદ્ધ 8 મતથી મંજુર
ધંધુકા નગરપાલિકાનું ₹5.33 કરોડનું બજેટ 20 વિરુદ્ધ 8 મતથી મંજુર
રસ્તા, પાણી, સફાઈ, લાઈટ, તળાવ અને બગીચા સહિતના વિકાસ કામોની વિશેષ જોગવાઈ
અમદાવાદ જિલ્લાના ધંધુકા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં પ્રમુખ પારૂલબેન આદેશરાની અધ્યક્ષતામાં વર્ષ 2025-26 માટેનું ₹5.33 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું. બજેટ 20 વિરુદ્ધ 8 સભ્યોના મતથી મંજૂર કરવામાં આવ્યું.
સમગ્ર અંદાજપત્ર માત્ર 45 મિનિટમાં ચર્ચાઈ મંજૂર કરાયું. આ બજેટમાં શહેરના માળખાગત વિકાસ અને સુવિધાઓ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે, જેમાં રસ્તા, પાણી, સફાઈ, લાઈટ, તળાવો, બગીચા અને અન્ય વિવિધ પ્રોજેક્ટ્સ શામેલ છે.
અંદાજપત્રની મંજુરી દરમિયાન વિરોધ પક્ષે અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા, જેના પર સત્તાપક્ષે સ્પષ્ટતા આપી. શહેરના વિકાસ માટે આ બજેટ અગત્યનું હોવાનું પ્રમુખે જણાવ્યું.
ધંધુકા નગરપાલિકામાં 28 સભ્યોમાંથી 20 ભાજપના, જ્યારે 7 કોંગ્રેસના અને 1 અપક્ષ સભ્ય છે. 20 ભાજપના સભ્યના બહુમતથી બજેટ મંજૂર કરવામાં આવ્યું.
અંદાજપત્ર બેઠકમાં મુખ્ય અધિકારી વિશાલ પટેલ તથા એકાઉન્ટન્ટ નરસીભાઈ હાજર રહ્યા હતા, જેમણે બજેટના મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
