જસદણ નજીક સૌરાષ્ટ્ર ના યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ માં 17 સભ્યૉ ની વહીવટી કમિટી જાહેર થતા ABPSS સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ ચૉહલીયા દ્વારા આવકાર
અધ્યક્ષ પદૅ જિલ્લા કલેકટર ઉપાધ્યક્ષ ડે. કલેક્ટર સભ્ય સચિવ મામલતદાર ધારાસભ્ય બાવળીયા જસદણ સ્ટેટ સત્યજીત કુમારનૉ સમિતિમાં સમાવૅશ
(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ નજીક આવેલ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ મંદિરની નવી વહીવટી કમિટી માં 17 જેટલા સભ્યોનું ટ્રસ્ટી મંડળ જાહેર કરવામાં આવ્યું છે શ્રી ઘૅલાસોમનાથ મંદિર ટ્રસ્ટ નવનિયુક્ત વહીવટી કમિટીને ABPSS સંઘના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અનૅ પૂર્વ કોર્પોરેટર તથા પૂર્વ એપીએમસીના ડિરેક્ટર નરેશભાઈ ચોહલીયાએ આવકારીનેં અભીનંદન પાઠવ્યા છે. આ મંદિરનો વહીવટ રાજ્ય સરકાર હસ્તક હોય જેથી તેમાં અધ્યક્ષ તરીકે રાજકોટ જિલ્લા કલેકટર રહેશે તેમજ ઉપાધ્યક્ષ તરીકે ડેપ્યુટી કલેકટર રહેશે આ ઉપરાંત સભ્ય સચિવ તરીકે જસદણ મામલતદાર રહેશે તેમજ જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ જસદણ સ્ટેટ રાજવી સત્યજીત કુમાર ખાચર સાહેબ ને પણ વહીવટી કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યા છે. શ્રીઘેલાસોમનાથ મંદિરના વિકાસ માટે અનેક કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે માટે નવી સમિતિની રચના કરવામાં આવી છે જેમાં અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર તેમજ ઉપાધ્યક્ષ નાયબ કલેક્ટર સભ્ય સચિવ મામલતદાર તથા બિનસરકારી સભ્યોમાં 14નો સમાવેશ કરાયો છે. જેમાં સ્થાનિક ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા, જસદણના રાજવી દરબાર સાહેબ સત્યજીત કુમાર ખાચર, ભોળાભાઈ રબારી, હરેશભાઈ કચ્છી, મનસુખભાઈ કોરડીયા, રાજેશભાઈ જોષી, ચંદુભાઈ જાની, રાજેશગીરી ગોસાઈ, ખોડાભાઈ ખસિયા, નરેશભાઈ પોલળા, ભરતભાઈ જનાણી, વલ્લભભાઈ ઝાપડીયા, બીપીનભાઈ જસાણી, તથા વિજયભાઈ રાઠોડનો સમાવેશ કરાયો છે. આ સમિતિમાં વિવિધ સમાજના નામાંકિત અને સેવાભાવી આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી આ તમામ ટ્રસ્ટી મંડળને જસદણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર તથા જસદણ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડિરેક્ટર અને ABPSS સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ નરેશભાઇ ચોહલીયા આવકાર સાથે કોટી કોટી શુભકામનાઓ પાઠવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.