RTI માં ખુલાસો: 10 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીની નોટના છાપકામનો ખર્ચ થાય છે આટલો
નવી દિલ્હી, તા. 22 જૂન 2022 બુધવારદરરોજ વધતી મોંઘવારીના કારણે આપણા રૂપિયાનો ખર્ચ વધતો જઈ રહ્યો છે, તે જ રીતે આરબીઆઈને પણ નોટ છાપવા પર વધારે ખર્ચ કરવો પડી રહ્યો છે. માહિતી અધિકાર (RTI) હેઠળ માગવામાં આવેલી એક જાણકારીમાં રિઝર્વ બેન્કે જણાવ્યુ કે તેમને સૌથી વધારે ખર્ચ 200 રૂપિયાની નોટને છાપવામાં થાય છે.200 રૂપિયાની નોટ છાપવાનો ખર્ચ 500 રૂપિયાની તુલનામાં ઘણો વધારે મોંઘો છે. રિઝર્વ બેન્કે આરટીઆઈના જવાબમાં જણાવ્યુ કે 10 રૂપિયાની નોટ છાપવી 20 રૂપિયાના નોટ છાપવાના ખર્ચ કરતા ઘણુ વધારે મોંઘુ પડી રહ્યુ છે. કાગળનો ભાવ વધારો આ સિવાય અન્ય વસ્તુઓની વધતી મોંઘવારીના કારણે નોટોના છાપકામના ખર્ચમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જોકે, આરબીઆઈએ હવે 2,000 રૂપિયાની નોટોનુ છાપકામ લગભગ બંધ કરી દીધુ છે.કઈ નોટના છાપકામ પર કેટલો ખર્ચઆરબીઆઈના જણાવ્યા અનુસાર વર્તમાન સમયમાં 10 રૂપિયાના એક હજાર નોટ પર 960 રૂપિયાનો ખર્ચ આવે છે જ્યારે 20 રૂપિયા માટે આનો ખર્ચ માત્ર 950 રૂપિયા છે એટલે કે 10 ના નોટનુ છાપકામ 20થી વધારે મોંઘુ પડી રહ્યુ છે. આ પ્રકારે, 500 રૂપિયાના હજાર નોટ છાપવા પર 2,290 રૂપિયા ખર્ચ કરવા પડે છે જ્યારે 200 રૂપિયાના હજાર નોટ છાપવા પર કુલ 2,370 રૂપિયાનો ખર્ચ થાય છે. વર્તમાન સમયમાં જો 2,000 રૂપિયાની નોટને છોડી દઈએ તો છાપકામ પર સૌથી વધારે 200 રૂપિયાના નોટ પર આવી રહી છે. 100 રૂપિયાના હજાર નોટ છાપવા પર 1,770 રૂપિયા ખર્ચ કરવા પડી રહ્યા છે. 50 રૂપિયાની નોટ છાપવાનો ખર્ચ સૌથી વધારેએક વર્ષમાં નોટ છાપવાના ખર્ચમાં થયેલા વધારાની અસર 50 રૂપિયાની નોટ છાપવા પર સૌથી વધુ પડી છે. આરબીઆઈએ જણાવ્યુ કે નાણાકીય વર્ષ 2020-21 માં 50 રૂપિયાના હજાર નોટ છાપવાનો ખર્ચ 920 રૂપિયા આવતો હતો, જે 2021-22માં 23 ટકા વધીને 1,130 રૂપિયા થઈ ગયો છે. સૌથી ઓછી અસર 20 રૂપિયાના નોટ છાપવા પર થઈ છે. 2020-21માં 20 રૂપિયાના હજાર નોટ છાપવા પર જ્યાં 940 રૂપિયા ખર્ચ થતો હતો, ગયા નાણાકીય વર્ષમાં આની પર 950 રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે. આ દરમિયાન 500 રૂપિયાની નોટની છાપકામનો ખર્ચમાં કોઈ પરિવર્તન આવ્યુ નથી.દેશમાં ચાર સ્થળોએ થાય છે નોટોનુ છાપકામરિઝર્વ બેન્ક અને કેન્દ્ર સરકાર મળીને દેશમાં ચાર સ્થળો પર નોટોનુ છાપકામ કરે છે. જેમાંથી બે પ્રેસ આરબીઆઈની પાસે છે જ્યારે બેનુ સંચાલન કેન્દ્ર સરકાર કરે છે. આરબીઆઈના બંને પ્રેસ મૈસૂર અને સાલબોનીમાં છે જ્યારે કેન્દ્ર સરકારના પ્રેસ નાસિક અને દેવાસમાં સ્થિત છે. જોકે, સિક્કાના કાસ્ટિંગનો અધિકાર માત્ર કેન્દ્ર સરકાર પાસે છે. દેશમાં મુંબઈ, હૈદરાબાદ, કલકત્તા અને નોઈડામાં સિક્કાનુ કાસ્ટિંગ થાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.