રશિયા-યુક્રેન યુદ્ધ તથા ડોલર સામે રૃપિયાના થઈ રહેલા પતન વચ્ચે આરબીઆઈનું વધુ એક પગલુ - At This Time

રશિયા-યુક્રેન યુદ્ધ તથા ડોલર સામે રૃપિયાના થઈ રહેલા પતન વચ્ચે આરબીઆઈનું વધુ એક પગલુ


મુંબઈ,
તા. ૧૧ રશિયા દ્વારા યુક્રેન પર આક્રમણ બાદ, અમેરિકા તથા યુરોપના
દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદી દીધા છે. યુદ્ધ માટે નાણાં ઊભા કરવાની રશિયાની
શક્તિ તોડી કાઢવાના ભાગરૃપ આ પ્રતિબંધ આવી પડયા છે. આ દરમિયાન રશિયા, શ્રીલંકા અને
અન્ય દેશો સાથેની નિકાસ અને આયાત ડોલરના બદલે રૃપિયામાં કરવા રિઝર્વ બેંક ઓફ
ઇન્ડિયાએ ભારત અને અન્ય દેશોની વચ્ચે ટ્રેડ સેટલમેન્ટ કરવાની મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે 
અમેરિકાએ રશિયામાં ડોલરના પ્રવાહને અટકાવી દીધો છે. આને પરિણામે ભારતીય
કંપનીઓ આયાત માટે પેમેન્ટસના અન્ય માધ્યમો શોધી રહી છે. રશિયન કોમોડિટીઝના નીચા
ભાવનો ભારતની કંપનીઓ લાભ ઉઠાવવાની તક શોધી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે,
કે સોમવારે મુખ્ય વૈશ્વિક કરન્સીઓ જેમ કે ડોલર, પાઉન્ડ તથા યુરો સામે રૃપિયાનું ધોવાણ થયું હતું. વર્તમાન
વર્ષમાં ડોલર સામે રૃપિયો ૬ ટકા જેટલો તૂટી ગયો છે. રૃપિયાના ઘસારાને કારણે
ભારતનું આયાત બિલ ઊંચુ રહે છે. ડોલર સામે રૃપિયાને ઘટતો અટકાવવા સરકાર તથા રિઝર્વ બેન્ક
તાજેતરમાં સતત પગલાં હાથ ધરી રહ્યા છે. ગોલ્ડ સહિત  વિવિધ ચીજવસ્તુઓ પર આયાત ડયૂટીમાં વધારો કરવા
જે પગલાં તાજેતરમાં લેવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવહારનું રૃપિયામાં સેટલમેન્ટ માટે
રિઝર્વ બેન્કે નવી વ્યવસ્થા ઊભી કરવા નિર્ણય કર્યો છે. મુખ્ય વૈશ્વિક ચલણો ખાસ
કરીને ડોલર સામે રૃપિયાના સતત થઈ રહેલા ઘટાડાને વચ્ચે આ વ્યવસ્થા આવી પડી છે. આ વ્યવસ્થાનો લાભ લેવા માટે બેન્કોએ રિઝર્વ બેન્કની અગાઉથી
પરવાનગી લેવાની રહેશે. આ નવી વ્યવસ્થા તાત્કાલિકથી અમલમાં આવી રહી  છે.

ભારત ખાતેથી નિકાસ મારફત વૈશ્વિક વેપારને વધારવા અને ભારતીય
રૃપિયામાં વિશ્વના વેપાર સમુદાયના વધી રહેલા રસને ધ્યાનમાં રાખી આયાત-નિકાસના
ઈનવોઈસિંગ, પેમેન્ટ
તથા સેટલમેન્ટ રૃપિયામાં કરવા માટે વ્યવસ્થા ઊભી કરવા નિર્ણય લેવાયો હોવાનું
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની એક યાદીમાં જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.