વડનગરજનરલ હોસ્પિટલ ઓથોપેડીક વિભાગ મા ૬૨વષૅના વૃદ્ધ થાપા ના ગોળા સફળતા પૂવૅક આપરેશન કરવામાં આવ્યું
3 વર્ષ થી પથારીવશ 62 વર્ષ ના વૃદ્ધા ને ઓપરેશન કરી 3 દિવસ માં ચાલતા કરતા વડનગર સિવિલ ના હાડકા વિભાગ ના ડૉ.યશ દેસાઈ*
ઉત્તર મહેસાણા જિલ્લા ના ખેરાલુ તાલુકા ના સાગથળા ગામના વતની 62 વર્ષિય સાવિત્રીબેન કનુભાઈ બારોટ આજથી 3 વર્ષ પહેલા પડી જવા થી જમણા પગ નો થાપા નો ગોળો તૂટી ગયો હતો અને 3 વર્ષ થી સાવિત્રીબેન પથારીવશ હતા. થાપા ના ગોળા નું ઓપેરેશન સફળ જતું નથી તેમજ વૃદ્ધાવસ્થા એ કરવાથી જીવ નો જોખમ હોય છે. એવી માન્યતા ના લીધે તેઓ ઓપેરેશન કરવાથી ડરતા હતા.
આ દરમ્યાન સાવિત્રીબેન ના સબંધી દ્વારા તેમના પરિવારજનો તેમજ સાવિત્રી બેન ની મુલાકાત વડનગર સિવિલ હોસ્પિટલ ના મદદનીશ પ્રાધ્યાપક ડૉ.યશ દેસાઈ સાથે થઇ.ડૉ યશ દેસાઈ એ તેમને આશ્વાશન આપ્યું અને ખાતરી પણ આપી કે વડનગર સિવિલ ખાતે તેમના થાપાના ગોળા નું ઓપેરેશન કરવામાં આવશે અને તે સફળ પણ થશે.
સાવિત્રીબેન નું ઓપેરેશન સિવિલ હોસ્પિટલ ના હાડકા ના વિભાગ માં પ્રધાનમંત્રી આયુષ્માન યોજના અંતર્ગત ર્ડા. યશ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું અને ઓપેરેશન ના ત્રીજા દિવસે સાવિત્રીબેન ને ચાલતા કરવામાં આવ્યા અને ડોક્ટર દ્વારા એ પણ ખાતરી આપવામાં આવી કે આગામી 15 થી 30 દિવસ માં સાવિત્રી બેન સરળતાથી પહેલા ની જેમ ચાલતા થઇ જશે.
વડનગર મેડિકલ કોલેજ ના ડીન ડૉ. રામાવત સાહેબ અને સુપ્રિટેન્ડેન્ટ ડૉ.હર્ષદ પટેલ સાહેબ ના જણાવ્યા અનુસાર હવે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે હાડકા ના વિભાગ માં દરેક પ્રકારના જટિલ ઓપેરેશન તથા સાંધા બદલવાના ઓપેરેશન પ્રધાનમંત્રી આયુષ્માન યોજના હેઠળ તદ્દન મફત અને સફળતા પુર્વક થાય છે તેમજ વડનગર તેમજ આજુબાજુ ના તાલુકા ની ગરીબ પ્રજા આનો ખુબ લાભ મેળવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.