*વેરાવળ* :- *અભયમ ટીમે મહિલાને આત્મહત્યા કરવાના વિચારો માંથી મુક્ત કરી સંસ્થામાં આશ્રય આપેલ
ગીર ગઢડા તાલુકાનાં જામવાળા ગામમાંથી એક જાગૃત નાગરિકનો ૧૮૧ માં ફોન આવેલ કે એક મહિલા ટ્રેનમાંથી ઉતરિયા બાદ ત્યારથી રોવે છે. એક જાગૃત વ્યક્તિ તરીકે તેમને પૂછીએ તો એક જ વાત કરે મારું કોઈ નથી મારે મરી જવું. ત્યારબાદ ૧૮૧ ને જાણ થતા ફરજ પર હાજર રહેલ કાઉન્સેલર મનીષા ધોળિયા, હેડ. કોન્સ્ટેબલ સોનીબેન અને રામભાઈ તાત્કાલિક સ્થળ પર પોહચી ગયા. પીડિતાબેન ધ્રુજકે ધ્રુજક રોવા લાગ્યા તેમને પહેલા શાંત પાડ્યા, સાંત્વના આપી. ત્યારબાદ તેમનું કાઉન્સિલીંગ કરેલ તો જણાવેલ કે હું હાલ ઉના નાં એક ગામ રહુ છું. મારાં લગ્નના 25 વર્ષ થયાં છે.તેમના પતિ તેમને અવાર નવાર મારકૂટ કરતા હોય અને વહેમ રાખે છે. ભૂંડી ગાળો થી જ બોલાવે છે. મારી કોઈને જરૂર નથી. ગંદી ગંદી ગાળો મારે થી સહન થતી નથી.હું જિંદગીથી થાકી ગઈ સુ. રોજ રોજ મરવા કરતા એક જ વાર મરવું સારું જેથી હું ટ્રેન આવે એટલે ટ્રેન ની નીચે આવી ને મરી જઈશ. જેથી પીડિતાબેનને જીંદગી એક ખૂબસૂરત કિતાબ છે. તમારે જેવું લખવું હોય તેવું લખાય. તેમજ હકારાત્મક વિચારવાનું કહેલ. જિંદગીએ પાછો મોકો આપ્યો છે તો તેને સારી રીતનાં જીવવું જોઈએ. જેથી પીડિતાબેન ખુદ કહીયું કે હું મરવા નાં ક્યારેય વિચાર નહી કરું. તમને મળીને એક નવો રસ્તો મળિયો છે. પરંતુ હાલ હું નહિ મારા પિયરમાં જઈશ કે નહિ મારા સાસરીમાં. હું અત્યારે તમારી સાથે સુરક્ષિત સુ. મને તમારી સાથે લઈ જાવ. જેથી પીડિતાને સખી વન સ્ટોપ સેન્ટર વિશે સમજ આપી.તેમજ પીડિતાની સુરક્ષા અને આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં રિફર કરેલ. જેથી કહી શકાય કે ૧૮૧ મહિલાઓ માટે આશીર્વાદ રૂપ બની છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.