હિંમતનગર માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક વર્ગ-૨ નટુભાઇ પરમારને વયનિવૃતિ વિદાયમાન અપાયું
હિંમતનગર માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક વર્ગ-૨ નટુભાઇ પરમારને વયનિવૃતિ વિદાયમાન અપાયું
સાબરકાંઠા જિલ્લા માહિતી કચેરી હિંમતનગરમાં સહાયક માહિતી નિયામક વર્ગ-૨ શ્રી નટુભાઇ પરમારને સ્ટાફ દ્વારા વય નિવૃત્તિ થતા ભાવભર્યું વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચેરીના કર્મચારીઓ દ્વારા શ્રીફળ- સાકર અને શાલ ઓઢાડી તેમના સન્માન સાથે હર્ષભેર વિદાય અપાઈ હતી. શ્રી નટુભાઇ પરમાર પાલનપુર માહિતી કચેરી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવી બઢતી મળતા હિંમતનગર માહિતી કચેરી ખાતે સહાયક માહિતી નિયામક તરીકે ફરજ સંભાળી હતી.
જિલ્લા માહિતી કચેરીના શ્રી હરીશભાઇ પરમારે શ્રી નટુભાઇ પરમાર ની ઓફિસમાં કામ કરવાની આગવી કુનેહ અને મિલનસાર સ્વભાવની પ્રશંસા કરી તેમની કામગીરી ને બિરદાવી હતી. શ્રી નટુભાઇ પરમારે તેમની સરકારી સેવા ના સંસ્મરણો વાગોળ્યા હતા.
શ્રી નટુભાઇ પરમારે સરકારી સેવામાં તા.૧૩/૧૨/૧૯૮૫થી મહેસૂલ અને ગુજરાત વિદ્યુત બોર્ડમાં તથા તા.૭/૧૦/૧૯૮૬થી માહિતી અને પ્રચાર એકમ ભિલોડાથી નોકરીની શરૂઆત કરીને ૧૬ વર્ષ જેટલાં લાંબા સમય માટે પ્રચાર એકમોમાં પોતાની સેવાઓ આપી છે. તેમણે ખેડબ્રહ્મા, પાટણ, મોડાસા, મહેસાણા, ગાંધીગનર અને પાલનપુરમાં સરકારી નોકરી દરમિયાન સાથી કર્મચારીઓ અને મીડિયાના મિત્રો સાથે સારુ સંકલન જાળવી આદરભર્યું સ્થાન મેળવ્યું છે.
આ પ્રસંગે નટુભાઇ પરમારના પરિવારના સભ્યો, સુપરવાઇઝર શ્રી વિક્ટર ડામોર, માહિતી મદદનીશ શ્રીમતી પિનલબેન પટેલ અને શ્વેતાબેન પટેલ, તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*********
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.