‘મોહરા’ માટે રવીના પહેલી પસંદ ન હતી:દિવ્યા ભારતીના નિધન બાદ શ્રીદેવી-ઐશ્વર્યાને ફિલ્મની ઓફર કરવામાં આવી હતી, અંતે એક્ટ્રેસને મળ્યો રોલ
90ના દાયકામાં બોલિવૂડની ટોપની એક્ટ્રેસમાં રવીના ટંડનની ગણના થતી હતી. 'મોહરા' રવિનાની હિટ ફિલ્મ હતી, જોકે જ્યારે તેમણે આ ફિલ્મ સાઈન કરી ત્યારે તે એટલી મોટી સ્ટાર નહોતી. બાય ધ વે, ફિલ્મ 'મોહરા' માટે પણ રવીના પહેલી પસંદ નહોતી. તેના પહેલા ઘણી મોટી એક્ટ્રેસે આ ફિલ્મ રિજેક્ટ કરી હતી. દિવ્યા ભારતી પહેલી પસંદ હતી
ફિલ્મના કો-સ્ક્રીનપ્લે રાઈટર શબ્બીર બોક્સવાલાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'મોહરા'નું પ્રથમ શૂટિંગ દિવ્યા ભારતી સાથે કરવામાં આવ્યું હતું. નિર્માતાઓએ થોડા દિવસો સુધી શૂટિંગ કર્યું પરંતુ તે પછી તેમનું અવસાન થયું હતું. જેના કારણે ફરીથી કાસ્ટિંગ કરવું પડ્યું હતું. શબ્બીરે કહ્યું કે શ્રીદેવી તે સમયના મોટા સ્ટાર હતા. જ્યારે તેમને ફિલ્મ માટે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ના પાડી દીધી કારણ કે, તે સમયે ફિલ્મનો મુખ્ય હીરો અક્ષય કુમાર એટલો મોટો સ્ટાર નહોતો, તેમના ઇનકાર પછી શબ્બીરે ઐશ્વર્યા રાયનું નામ ડિરેક્ટર રાજીવ રાયને સૂચવ્યું, જેમણે ફિલ્મોમાં પગ પણ મૂક્યો ન હતો. શબ્બીરે કહ્યું, 'હકીકતમાં મેં ઐશ્વર્યાની કેટલીક તસવીરો જોઈ હતી અને મને તે ખૂબ પસંદ આવી હતી. રાજીવે મને ઐશ્વર્યાને ફોન કરવા કહ્યું. જ્યારે મેં ઐશ્વર્યા સાથે વાત કરી તો તેમણે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી કારણ કે તે મિસ વર્લ્ડની તૈયારીમાં વ્યસ્ત હતી. રવીનાને આ વાતનો હતો વાંધો?
જ્યારે કોઈ એક્ટ્રેસ સંમત ન થઈ, ત્યારે નિર્માતાઓએ આખરે રવીના ટંડનને રોલ ઓફર કર્યો. શરૂઆતમાં તે પણ આ માટે તૈયાર નહોતી કારણ કે તેમને ફિલ્મ 'ટિપ ટિપ બરસા પાની'ના એક ગીતમાં અક્ષય કુમારને કિસ કરવામાં સમસ્યા હતી. શબ્બીરે વધુમાં કહ્યું કે, 'રવીના ફિલ્મો કરવા માગતી હતી પરંતુ તે ડરતી હતી કે, તેના પિતા શું વિચારશે. જ્યારે તેમણે રાજીવને આ વાત કહી તો તેણે મજાકમાં રવીનાને કહ્યું, 'આ ફિલ્મ તારા પિતાને ન બતાવતી.' એક્શન થ્રિલર ફિલ્મ 'મોહરા' 1 જુલાઈ 1994ના રોજ રિલીઝ થઈ હતી. તે બ્લોકબસ્ટર સાબિત થઈ અને આ પછી અક્ષય કુમાર મોટો સ્ટાર બની ગયો. ફિલ્મના ગીત 'તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત' અને 'ટિપ ટિપ બરસા પાની' ખૂબ જ લોકપ્રિય થયાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.