દર એક કલાકે 125 ફોર વ્હિલર, 250 ટુ વ્હિલરની ખરીદી થઇ, બુકિંગ કરતા 50 ટકા વાહનો જ ડિલિવરી થઇ શક્યા - At This Time

દર એક કલાકે 125 ફોર વ્હિલર, 250 ટુ વ્હિલરની ખરીદી થઇ, બુકિંગ કરતા 50 ટકા વાહનો જ ડિલિવરી થઇ શક્યા


પેટ્રોલ- ડીઝલના ભાવ વધતા, વેઈટિંગ લાંબું હોવાને કારણે 20 ટકા બુકિંગ રદ

રાજકોટમાં રક્ષાબંધને ટુ-ફોર વ્હિલરના શો રૂમમાં પણ વાહન ખરીદી માટે ભીડ જોવા મળી રહી હતી. સવારથી બપોર સુધી સારું મુહૂર્ત હોવાને કારણે ચાર કલાકમાં સૌથી વધુ વાહનનું વેચાણ નોંધાયું છે. એક અંદાજ મુજબ રાજકોટમાં 400 ફોર વ્હિલર અને 1000 ટુ વ્હિલરનું વેચાણ થયું છે. કુલ ચાર કલાકમાં જોઇએ તો દર એક કલાકે 125 ફોર વ્હિલર અને 250 ટુ વ્હિલરની ખરીદી થઇ હતી. પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને કારણે અને હાલ વાહન ખરીદીમાં વેઈટિંગ હોવાથી અંદાજે 20 ટકા જેવા બુકિંગ રદ થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.