*ગીર સોમનાથ જિલ્લાના ૧૨ નોટિફાઈડ કેન્દ્રો પર સાઈનબોર્ડ લગાડાયાં* - At This Time

*ગીર સોમનાથ જિલ્લાના ૧૨ નોટિફાઈડ કેન્દ્રો પર સાઈનબોર્ડ લગાડાયાં*


*ગીર સોમનાથ જિલ્લાના ૧૨ નોટિફાઈડ કેન્દ્રો પર સાઈનબોર્ડ લગાડાયાં*
-----------
*સાઈન બોર્ડથી માછીમારોને ફિશ લેન્ડિંગ પોઇન્ટની અને અક્ષાંશ-રેખાંશની જાણકારી મળશે*
---------
*જિલ્લા કલેક્ટરશ્રીની સૂચનાથી ફિશરિઝ ખાતા દ્વારા કરવામાં આવી કામગીરી*
-----------
ગીર સોમનાથ, તા. ૩૧: ગીર સોમનાથ જિલ્લો લાંબો દરિયાકિનારો ધરાવે છે. અનેક માછીમારોની રોજીરોટી દરિયા પર આધારિત છે ત્યારે, સુરક્ષા અને સલામતીની દ્રષ્ટિએ તેની ગંભીરતા ધ્યાનમાં લઈને જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ફિશ લેન્ડિંગ પોઈન્ટની હદ નક્કી કરવામાં બાબતે ફિશરિશ વિભાગને સૂચના આપવામાં આવી હતી. તે અન્વયે કલેક્ટરશ્રીએ આજ રોજ વેરાવળ-૨ (રણબારા) બંદર પર ચાલતી કામગીરી તેમજ નોટિફાઈડ કેન્દ્રો પર સાઈનબોર્ડ સહિતની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.

દરેક બંદર વિસ્તારમાં ફિશ લેન્ડિંગ પોઈન્ટની હદનું સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ હોય છે. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને જાનહાની થતી અટકે તેમજ માછીમારોને પણ અક્ષાંશ-રેખાંશની જાણ થાય તે માટે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી સુરક્ષાની દ્રષ્ટિએ જરૂરી એવાં જિલ્લાના અલગ-અલગ ૧૨ નોટિફાઈડ કેન્દ્રો ઉપર સાઈનબોર્ડ લગાવવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગના તા.૨૨-૧૧-૨૦૧૬ ના જાહેરનામા ક્રમાંક નંબર GHKH-117-2016-FDX-152015-879-T અનુસાર ગીર સોમનાથ જિલ્લાના ૧૨ કેન્દ્રો નોટિફાઈડ જાહેર કરવામાં આવેલાં છે.

કલેક્ટરશ્રીની સૂચનાથી ફિશરિઝ ખાતા દ્વારા વેરાવળ, જાલેશ્વર, હિરાકોટ, સુત્રાપાડા, માઢવાડ, મૂળ દ્વારકા, ધામળેજ, નવાબંદર, રાજપરા અને સીમર બંદરો ઉપર માછીમારોની જાણકારી માટે અને સુરક્ષાની દ્રષ્ટિએ જરૂરી એવા ૧૨ સાઈનબોર્ડ જિલ્લાના અલગ-અલગ જાહેર કરવામાં આવેલા ૧૨ નોટિફાઈડ કેન્દ્રો ઉપર લગાડવામાં આવ્યાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.