કાર્તિકની 3.72 કરોડ રૂપિયાની કારને ઉંદરોએ નુકસાન પહોંચાડ્યું:એક્ટરે લાખો રૂપિયા ખર્ચીને સમારકામ કરાવ્યું; બે વર્ષ પહેલા ગિફ્ટમાં મળી હતી mclaren GT - At This Time

કાર્તિકની 3.72 કરોડ રૂપિયાની કારને ઉંદરોએ નુકસાન પહોંચાડ્યું:એક્ટરે લાખો રૂપિયા ખર્ચીને સમારકામ કરાવ્યું; બે વર્ષ પહેલા ગિફ્ટમાં મળી હતી mclaren GT


બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનની રૂ. 3.72 કરોડની લક્ઝરી કાર mclaren GTને ઉંદરોએ નુકસાન પહોંચાડ્યું હતું. એક ઈન્ટરવ્યુમાં કાર્તિકે કહ્યું કે, તેણે કાર રિપેર કરાવવા માટે લાખો રૂપિયા ખર્ચવા પડ્યા. કાર્તિકે ઈન્ટરવ્યુમાં કહ્યું, 'હું મારી બીજી કાર વધુ ચલાવું છું. McLaren GTને વધુ ચલાવતો નથી. થોડા સમય પહેલા, જ્યારે તે લાંબા સમય સુધી ગેરેજમાં હતી, ત્યારે ઉંદરોએ તેની મેટ કોતરી ખાધી હતી, જેનાથી ઘણું નુકસાન થયું હતું. મેટ સરખી કરાવવા માટે મારે લાખો રૂપિયા ખર્ચવા પડ્યા હતા'. ભૂષણ કુમારે કાર ગિફ્ટ કરી હતી
કાર્તિકે McLaren GT ખરીદી ન હતી પરંતુ 'ભૂલ ભૂલૈયા 2' ની સફળતા પછી 2022 માં નિર્માતા ભૂષણ કુમાર દ્વારા તેને ભેટમાં આપવામાં આવી હતી. કાર્તિકે આ વર્ષે માર્ચમાં રેન્જ રોવર ખરીદી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કારની કિંમત 6 કરોડ રૂપિયા હતી. પહેલી કાર થર્ડ હેન્ડ હતી
કાર્તિકની પ્રથમ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું હતું, છતાં તેની પાસે રેડ કાર્પેટ ઈવેન્ટ્સમાં જવા માટે પોતાની કાર નહોતી. કાર્તિકે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પહેલી બે ફિલ્મો પછી તેણે એક કાર ખરીદી હતી, તે પણ થર્ડ હેન્ડ, જેની કિંમત 60 હજાર રૂપિયા હતી. તે કારના દરવાજામાં સમસ્યા હતી, તેમ છતાં તેણે આ કાર લીધી કારણ કે કાર્તિકને ઓટોમાં, બાઇક પર અથવા લોકો પાસેથી લિફ્ટ લઈને રેડ કાર્પેટ ઇવેન્ટમાં જવાનું હતું. જ્યાં એક સમયે કાર્તિક આર્યનને લોકો પાસેથી લિફ્ટ માંગીને અથવા થર્ડ હેન્ડ કારનો ઉપયોગ કરીને કોઈપણ ઇવેન્ટમાં જવું પડતું હતું, હવે તેની પાસે ઘણા લક્ઝરી કારનું કલેક્શન છે. જેમાં BMW, Audi, Lamborghini જેવી કારનો સમાવેશ થાય છે. કાર્તિક 'ચંદુ ચેમ્પિયન'માં જોવા મળશે કાર્તિક આર્યનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' 14 જૂન, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન કબીર ખાને કર્યું છે. આ ફિલ્મની વાર્તા મુરલીકાંત પેટકરના જીવન પર આધારિત છે. મુરલીકાંત પેટકર ભારતના પ્રથમ પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા છે, જેમણે 1970 કોમનવેલ્થ ગેમ્સમાં અને ફરીથી 1972માં જર્મનીમાં યોજાયેલી પેરાલિમ્પિક્સમાં દેશને ગૌરવ અપાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.