બાપાસીતારામ ચોક પાસે ક્રિકેટ મેચ પર જુગાર રમી દાવ લેતો લિસ્ટેડ બુકી રાજેશ દેશાણી ઝબ્બે
બાપાસીતારામ ચોક પાસે ગીરીરાજ ડેન્ટલ હોસ્પિટલ નજીક મોબાઈલમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમી દાવ લેતો રાજેશ દેશાણી નામના લિસ્ટેડ બુકીને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો. અમદાવાદના બુકી કાળુ અને મુંબઈના બુકી દિવ્યેશ પાસેથી માસ્ટર આઈડી મેળવી આઇપીએલના પહેલાં મેચથી જ સટ્ટો રમતો હોવાની કબૂલાત આપતાં ક્રાઇમ બ્રાન્ચે તપાસનો દોર આઈડી આપનાર બુકી સુધી લંબાવી હતી.
દરોડાની વિગત અનુસાર, ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ અમીત અગ્રાવત, કિરતસિંહ ઝાલા, કોન્સ્ટેબલ નગીનભાઈ ડાંગર, વાલજીભાઇ જાડા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતાં ત્યારે મવડી મેઇન રોડ, બાપાસીતારામ ચોક પાસે ગીરીરાજ ડેન્ટલ હોસ્પિટલ નજીક રાજેશ વિષ્ણુ દેસાણી જાહેરમાં મોબાઇલ ફોનમાં આઈ.ડી.દ્વારા ક્રિકેટ મેચ ઉપર સોદા નાખી ક્રીકેટ મેચનો સટ્ટો રમતો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે બાતમીના સ્થળેથી શખ્સને પકડી તેનું નામ પૂછતાં રાજેશ વિષ્ણુ દેસાણી (ઉ.વ.40),(રહે. કાલાવડ રોડ, એવરેસ્ટ પાર્ક શેરી નં. 4) હોવાનું જણાવ્યું હતું.
તેની પાસે રહેલ મોબાઇલ ફોન ચેક કરતાં ગુગલ ક્રોમ એપ્લીકેશનમાં વિનર 7 અને આઈડિયા 7777 તેમજ ક્રીકેટની માસ્ટર આઇ.ડી. BETXBHAI9 A GOEXC H777 નામની અલગ-અલગ આઇ.ડી. ઓપન થયેલ હોય તેમાં આઇપીએલ સિરીઝની ગુજરાત ટાઇટન અને દિલ્હી કેપીટીલ વચ્ચે ચાલતી ક્રીકેટ મેચ ઉપર રનફેર અને ઓવર ઉપર હારજીતના અલગ-અલગ સોદાઓ લગાવી સટ્ટો રમતો હોવાનું ખુલ્યું હતું. તેમજ તેની પાસે રહેલ બીજા મોબાઈલમાં તપાસ કરતાં તેમાં ક્રિકેટ બઝ એપ્લીકેશનમાં ગુજરાત ટાઇટન અને દિલ્હી કેપીટલ વચ્ચે ચાલતી ક્રીકેટ મેચનો લાઇવ સ્કોર ચાલુ હોય અને સટ્ટો રમતાં પકડી ત્રણ મોબાઈલ ફોન કબ્જે કરી પૂછતાછ હાથ ધરી હતી.
પુછતાછમાં IDEA7777 આઈ.ડી. અમદાવાદના કાળુ પાસેથી તેમજ IDEA7777 આઈ.ડી. અને ક્રિકેટની માસ્ટર આઈ.ડી. BETXBHAI9, GOEXCH777 મુંબઈના દિવ્યેશ પાસેથી મેળવી હોવાની કબૂલાત આપતાં તપાસનો દોર ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ અને મુંબઈ સુધી લંબાવ્યો છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.