રાજકોટના 17 વેપારીઓનું બે કરોડથી વધુનું ચાંદી લઈ પિતા-પુત્ર ફરાર - At This Time

રાજકોટના 17 વેપારીઓનું બે કરોડથી વધુનું ચાંદી લઈ પિતા-પુત્ર ફરાર


રાજકોટમાં હવે વેપારીઓ અને કારીગરો દ્વારા સોનુ અને ચાંદી ઓળવી જવું સામાન્ય બની ગયું છે. તેવી જ રીતે સામાકાંઠા વિસ્તારમાં સોના ચાંદીની પેઢી ધરાવતાં 17 જેટલા વેપારીઓને વિશ્વાસમાં લઈ માંડવી ચોકમાં સી.એમ. જવેલર્સ નામની પેઢી ધરાવતાં સુરેશ ઢોલરીયા અને તેના પુત્ર કેતને રૂ. 2.28 કરોડની અંદાજીત 290 કિલો ચાંદી ઓળવી ગયાની બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે રણછોડનગર શેરી નં-2 માં રહેતાં રાજેન્દ્રભાઈ ઉર્ફે રાજુભાઈ ઠાકરશીભાઈ અંટાળા (ઉ.વ.49) એ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે 50 ફૂટ રોડ પર અમૃત પાર્ક શેરીમાં રહેતાં સુરેશ ચના ઢોલરીયા અને તેને પુત્ર કેતનનું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે પિતા-પુત્ર વિરુદ્ધ વિશ્વાસઘાતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, તેઓ રણછોડનગર શેરી નં-23 માં ઘર પાસે જ વર્ષા ઓર્નામેન્ટ નામની ચાંદીની પેઢી ધરાવી વેપાર કરે છે. વધુમાં જણાવ્યું કે, આરોપીઓ કેતન ઢોલરીયા અને તેના પિતા સુરેશ ચનાભાઈ ઢોલરીયા (રહે. બંને અમૃતપાર્ક શેરી નં.1, 50 ફૂટનો રોડ) સોની બજારના માંડવી ચોકમાં સી.એસ. જવેલર્સ નામની પેઢી ધરાવે છે.
બંને આરોપીઓ ચાંદીનું ટ્રેડિંગ કરતા હોવાથી છેલ્લા ચારેક મહિનાથી તેના સંપર્કમાં આવ્યા હતા. બંને આરોપીઓ ઉપર વિશ્વાસ આવતા ગઈ તા.24-2-2023 થી તા.4- 4-2023 સુધીમાં ઉધારીમાં 26,774 કિલોગ્રામ ચાંદીના દાગીના ટ્રેડીંગ માટે આપ્યા હતા. મજૂરી સહિત તેની કિંમત રૂા.20,19 લાખ થાય છે. બંને આરોપીઓ આજ સુધી ચાંદીના દાગીના કે તેની રકમ આપી નથી. છેલ્લા ઘણાં સમયથી બંને આરોપીઓનો સંપર્ક કરતા જવાબ આપતા નથી.
આરોપી કેતન ઘણાં વેપારીઓ સાથે ચીટીંગ કરી ફરાર થઈ ગયાની માહિતી મળી છે. બંને આરોપીઓએ તેના સિવાય અલ્પેશ ગણેશભાઈ દેથરિયા (રહે. શક્તિસોસાયટી)ની એ.બી.એસ. ઓર્નામેન્ટ નામની પેઢીએ આવ્યા હતા અને રૂા.47.92 લાખની કિંમતના 128.343 કિલોગ્રામ દાગીના લીધા હતા. સિકયોરીટી પેટે આરોપી કેતને નાગરિક બેન્કનો ચેક આપ્યો હતો. જે ચેક રીટર્ન થયો હતો. તેમજ અન્ય 15 વેપારીઓ સાથે પણ આરોપી પિતા-પુત્રએ છેતરપિંડી કર્યાનું ખુલ્યું હતું.
જેથી આરોપી સુરેશભાઇ ચનાભાઇ ઢોલરીયા તથા તેમનો પુત્ર કેતને અલગ અલગ વેપારીઓ પાસેથી ચાંદીના દાગીના ટ્રેડીંગ માટે લઇ જઇ અને પાછળથી ચાંદીના દાગીનાના પૈસા કે ચાંદીના દાગીના વેપારીઓને પરત ન આપી વિશ્વાસઘાત કરેલ હોય જેથી બંન્ને પિતા-પુત્ર વિરૂદ્ધ અમો વેપારીઓની કુલ ચાંદી ફાઇન 289.907 કીલો ગ્રામ જે કુલ રૂપીયા 2,28,10,597 કરોડનું ઓળવી ગયાની ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી બી. ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.જી.બારોટ અને ટીમે પિતા-પુત્રની શોધખોળ આદરી હતી.

9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.