પ્લાસ્ટિક વેંચતી દુકાન પર દરોડો : 80 ધંધાર્થી પાસેથી છ કિલો જપ્ત
મ્યુનિ. કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખા દ્વારા છેલ્લા બે દિવસમાં જુદા જુદા વિસ્તારમાં 80 વેપારી પાસેથી પ.9 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. તેમાં પ્લાસ્ટિકનું વેંચાણ કરતી દુકાન ઉપર પણ દરોડો પાડવામાં આવ્યો હતો.
તા.3 અને 4ના રોજ સેન્ટ્રલ ઝોનમાં 31 આસામી પાસેથી 4.66 કિલો, વેસ્ટ ઝોનમાં 13 આસામી પાસેથી, ઇસ્ટ ઝોનમાં 36 ધંધાર્થી પાસેથી 1.09 કિલો ઝબલા સહિતનું પ્લાસ્ટિક જપ્ત કરાયું હતું. હજુ ઘણી દુકાનોમાં આવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેંચાણ થતું હોવાનું ખુલ્લી રહ્યું છે. વિભાગ દ્વારા જાહેરમાં ગંદકી કરતા આસામીઓ પાસેથી પણ રૂા. 19,300નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.