પોરબંદર દ્વારકા હાઈવે ઉપર વન્ય પ્રાણીઓની અવર-જવરને લઈને સાઈન બોર્ડ લગાવાયા - At This Time

પોરબંદર દ્વારકા હાઈવે ઉપર વન્ય પ્રાણીઓની અવર-જવરને લઈને સાઈન બોર્ડ લગાવાયા


પોરબંદર દ્વારકા હાઈવે ઉપર વન્ય પ્રાણીઓની અવર-જવરને લઈને સાઈન બોર્ડ લગાવાયા

વાહન અકસ્માતના બનાવો વધતા આ રોડ ઉપર વનવિભાગે કામગીરી હાથ ધરી

પોરબંદર વન વિભાગ દ્વારા દરિયાઈ વિસ્તારોમાં આવેલ રસ્તા ઉપર વન્યપ્રાણીઓ અવરજવરને લઈને સાઈન બોર્ડ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી થઈ છે. પોરબંદર દ્વારકા હાઈવે ઉપર વનવિભાગે વન્યપ્રાણીઓ અવર જવરને લઈને સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે.

પોરબંદરના દરિયાઈ વિસ્તાર ઉપર વન્ય પ્રાણીઓનો વસવાટ વધુ જોવા મળે છે જેથી પોરબંદર

વન વિભાગ દ્વારા પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે ઉપર વન્ય પ્રાણીઓને અવરજવરની જગ્યાઓના વિસ્તારોમાં સાઈન બોર્ડ લગાડવામાં આવ્યા છે આ વિસ્તારોમાં વન્ય પ્રાણીઓને અવરજવર કરતા હોય છે ત્યારે અનેક વખત વન્ય પ્રાણીઓ વાહન અકસ્માતમાં મોત પણ થતાં હોવાથી તેમજ વાહન અકસ્માતના બનાવોમાં પણ વધારો થયો હોવાથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે. વન વિભાગે દ્વારકા નેશનલ હાઇવે ઉપર પોરબંદર હર્ષદ રોડ ઉપર સાઈન લગાવામાં આવ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.