બોલિવુડ સિંગર બાદશાહ, ઉદ્યોગમહારથી પુનિત બાલને અલ્ટીમેટ ખો-ખોની છઠ્ઠી ટીમ ખરીદી - At This Time

બોલિવુડ સિંગર બાદશાહ, ઉદ્યોગમહારથી પુનિત બાલને અલ્ટીમેટ ખો-ખોની છઠ્ઠી ટીમ ખરીદી


મુંબઇ, 29 જૂન, 2022: અલ્ટીમેટ ખો-ખોના ઉત્સાહમાં નોંધપાત્ર વધારો કરતાં લોકપ્રિય બોલીવુડ ગાયક બાદશાહ તથા જાણીકા ફિલ્મ પ્રોડ્યુસર, ડેવલપર અને સ્પોર્ટ્સમાં રૂચિ ધરાવતા પુનિત બાલને મુંબઇ ફ્રેન્ચાઇઝીની સહ-માલીકી પ્રાપ્ત કરીને લીગમાં જોડાયા છે.

મુંબઇ-સ્થિત ટીમે અલ્ટીમેટ ખો-ખોની પ્રારંભિક આવૃત્તિને પૂર્ણ કરી છે, જે આ વર્ષે યોજાઇ રહી છે.
આ રમતની પદ્ધતિ અને શૈલીથી પ્રભાવિત થતાં બાદશાહનું માનવું છે કે અલ્ટીમેટ ખો-ખોમાં જબરદસ્ત ક્ષમતાઓ છે. તેઓ આ રમત સાથે જોડાણ દ્વારા સ્વદેશી રમતમાં સુપરસ્ટાર્સને પ્રેરિત કરવા તથા તેમને આગળ વધવામાં મદદરૂપ બનવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.

બાદશાહે તેમના પ્રથમ સ્પોર્ટ્સ વેન્ચર અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, મારી માતા તેમના કોલેજના દિવસોમાં ખો-ખો રમતી હતી અને આ રમત મારા હ્રદયની ખૂબજ નજીક છે. આ વિશિષ્ટ અને વ્યક્તિગત જોડાણને કારણે મને અલ્ટીમેટ ખો-ખોનો હિસ્સો બનવા પ્રેરણા મળી છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ ખૂબજ સ્ફૂર્તિદાયક અને જુસ્સાથી ભરપૂર ઇનડોર સ્પોર્ટ્સ છે. સામાન્ય રીતે મુંબઇની સંસ્કૃતિ ઝડપી અને કુશળ છે અને તેથી જ અમે ટીમનો હિસ્સો બનવા ઇચ્છતા હતાં. મારું વિઝન લીગના બેસ્ટ ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનું છે અને અમે ખેલાડીઓ માટે શ્રેષ્ઠ માહોલ, માળખું, તાલીમ અને પોષણ સુનિશ્ચિત કરવા માગીએ છીએ.

યુવા ઉદ્યોગસાહસિક બાલન નવા યુગના સ્પોર્ટ્સ ઇન્વેસ્ટર્સ પૈકીના એક છે. રૂ. 3,500 કરોડનું મૂલ્ય ધરાવતા બાલન ગ્રૂપનું સંચાલન કરવા ઉપરાંત તેઓ બેડમિન્ટન, ટેનિસ, ટેબલ ટેનિસ અને હેન્ડબોલ લીગમાં ટીમની માલીકી ધરાવે છે. રમત-ગમતમાં રોકાણની સાથે-સાથે તેઓ સ્ટાર્ટ-અપમાં પણ રૂચિ ધરાવે છે તથા વિવિધ ખેલાડીઓને સક્રિયપણે સપોર્ટ કરે છે.
મુંબઇ ફ્રેન્ચાઇઝીના સહ-માલીક બાલને જણાવ્યું હતું કે, જો તમે વિકાસ કરવા ઇચ્છતા હોવ તો યોગ્ય અભિગમ જરૂરી છે. હું અગાઉ પણ લીગના માધ્યમથી સ્પોર્ટ્સના વિકાસમાં સામેલ રહ્યો છું અને હવે અલ્ટીમેટ ખો-ખો દ્વારા હું ખો-ખોની સાફલ્યગાથાનો હિસ્સો બન્યો છું.

ભારતીય ખો-ખો સર્કિટમાં મહારાષ્ટ્રનું પ્રભુત્વ હંમેશાથી રહ્યું છે. તાજેતરમાં સમાપ્ત થયેલાં ખેલા ઇન્ડિયા યુથ ગેમ્સમાં મહારાષ્ટ્રની ત્રણ ટીમે નેશનલ ચેમ્પિયનશીપ પૂર્ણ કરી છે અને તેઓ બોઇઝ અને ગર્લ્સ કેટેગરીમાં ચેમ્પિયન તરીકે પણ ઉભરી આવ્યાં છે.
અલ્ટીમેટ ખો-ખોના સીઇઓ તેન્ઝિન નિયોગીએ જણાવ્યું હતું કે, છઠ્ઠી ફ્રેન્ચાઇઝીના સહ-માલીક તરીકે બાદશાહ અને પુનિતનું સ્વાગત કરતાં અમે ખૂબજ ઉત્સાહિત છીએ. અમે મોટો કોર્પોરેટ્સ અને ઓરિસ્સા સરકારને પહેલેથી જ ઓનબોર્ડ કર્યાં છે અને હવે મનોરંજન જગતના બે જાણીતા વ્યક્તિઓની સહભાગીતા લીગની મજબૂત સ્થિતિને પ્રદર્શિત કરે છે. ખો-ખો મહારાષ્ટ્ર સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી ટીમ ચોક્કસપણે રમતને વધુ લોકપ્રિય બનાવશે.
આ સાથે અલ્ટીમેટ ખો-ખોએ સ્વદેશી રમતમાં ક્રાંતિ લાવવાની દિશામાં મજબૂત પગલું ભર્યું છે. આ પહેલાં લીગ સાથે ઓરિસ્સા સરકાર આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલના સહયોગથી, અદાણી ગ્રૂપ, જીએમઆર ગ્રૂપ, કેપરી ગ્લોબલ અને કેએલઓ સ્પોર્ટ્સ જોડાયા છે.
આ લીગનું પ્રસારણ સોની નેટવર્ક ઇન્ડિયા (એસપીએનઆઇ)ની સ્પોર્ટ્સ ચેનલ સોનીટેન 1 (એસડી અને એચડી), સોની ટેન3 (એસડી અને એચડી), સોની ટેન4 અને સોનીલીવ ઉપર હિન્દી, અંગ્રેજી, તમિળ, તેલુગુ અને બીજી પ્રાદેશિક ભાષાઓમાં કરાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.