લિવ-ઈન રિલેશનશિપમાં ભંગાણ થાય તો બળાત્કારનો કેસ ન બનેઃ સુપ્રીમ કોર્ટ - At This Time

લિવ-ઈન રિલેશનશિપમાં ભંગાણ થાય તો બળાત્કારનો કેસ ન બનેઃ સુપ્રીમ કોર્ટ


નવી દિલ્હી, તા. 15 જુલાઈ 2022, શુક્રવારસુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્ણય લીધો છે કે, જો બે લોકો લાંબા સમય સુધી સાથે રહે છે અને બાદમાં તેમના સંબંધો બગડે છે તો આવી સ્થિતિમાં બળાત્કારનો આરોપ લગાવવો યોગ્ય નથી. હકીકતમાં એવું ઘણી વખત જોવામાં આવ્યું છે કે, એક મહિલા અને પુરૂષ લગ્ન કર્યા વગર વર્ષો સુધી સાથે રહે છે અને જ્યારે તેમના સંબંધોમાં ખટાશ આવી જાય છે. ત્યારે મહિલાઓ પુરૂષ પર બળત્કારનો આરોપ લગાવે છે. ઘણી વખત એવો પણ આરોપ લગાવામાં આવે છે કે, લગ્નનું વચન આપીને શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, આવા કિસ્સામાં પુરૂષ સામે બળાત્કારનો કેસ યોગ્ય નથી.હાલમાં રાજસ્થાનમાંથી આવો જ કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં એક મહિલા અને પુરૂષ 4 વર્ષથી સાથે રહેતા હતા. તેમને લગ્ન નહોતા કર્યા અને તેમના આ સંબંધથી એક પુત્રી છે પરંતુ બાદમાં મહિલા અને પુરૂષ વચ્ચેના સંબંધો બગડે છે. ત્યારબાદમહિલાએ પુરુષ સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. રાજસ્થાન હાઈકોર્ટે આ વ્યક્તિને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો.આ જ મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ગુરૂવારે હાઈકોર્ટના નિર્ણયને ફગાવી દીધો હતો અને વ્યક્તિને જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, જો બે લોકો સાથે રહેતા હોય અને બાદમાં સંબંધ બગડી જાય તો તેમાં બળત્કારનો કોઈ કેસ બનતો નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.